Pakistani Nuclear Submarine Seen With Chinese Navy
  • Home
  • Featured
  • ભારતને ઘેરવાના પ્રયત્ન, ચીની નેવી સાથે દેખાઈ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ પાકિસ્તાની સબમરીન

ભારતને ઘેરવાના પ્રયત્ન, ચીની નેવી સાથે દેખાઈ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ પાકિસ્તાની સબમરીન

 | 8:25 pm IST

પાકિસ્તાની નૌસેનાએ હાલમાં જ પોતાની એક સબમરીનને ચીની નૌસેનાના યુદ્ધ જહાજોની વચ્ચે કરાચીમાં ગોઠવી હતી. તાજેતરમાં જ લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ચીની યુદ્ધ જહાજોની રક્ષા માટે પાકિસ્તાને પોતાની અગોસ્ટા-19 બી ટાઈપની ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીનને તૈનાત કરી હતી. ફ્રાન્સ મૂળની આ સબમરીન પરમાણુ મિસાઇલ બાબર-3ને લોન્ચ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાન અને ચીની નૌસેનાઓની વચ્ચેના આ જમાવડાથી ભારતની ચિંતાઓ વધી શકે છે.

પાકિસ્તાની અને મલેશિયન નેવીમાં સામેલ છે આ સબમરીન

પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચીનના યુદ્ધ જહાજની સાથે તેની સબમરીન પણ પાકિસ્તાનના કરાચી બંદર પહોંચી છે, પરંતુ હવે સેટેલાઇટ ઇમેજથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચીની યુદ્ધ જહાજોની રક્ષા માટે પાકિસ્તાને પોતાની એટેક સબમરીનને તૈનાત કરી હતી. અગોસ્ટા-19 બી ટાઇપની ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનનું સંચાલન એશિયામાં ફક્ત પાકિસ્તાન અને મલેશિયા જ કરે છે. ફૉર્બ્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની નૌસેના પોતાની તાકાત વધારવા માટે ચીની ડિઝાઈન પર આધારિત 039 બી યુઆન ક્લાસની સબમરીન ખરીદી રહી છે.

ચીન પાસેથી 8 સબમરીન ખરીદી રહ્યું છે પાક

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આમાં એન્ટી ટેન્ક શિપ ક્રૂઝ મિસાઇલ લાગી હોય છે. આ સબમરીન એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમના કારણે ઓછો અવાજ કરે છે જેના કારણે પાણીની નીચે તેને શોધવામાં મુશ્કેલી પડે છે. પાકિસ્તાન ફ્રાન્સમાં બનેલી અગોસ્ટા-19 બી ટાઇપની 5 સબમરીનનું સંચાલન કરે છે. આમાંથી ત્રણ-ત્રણ એર ઇન્ડિપેન્ડન્ટ પાવરની સાથે અપગ્રેડ કરવામાં આવી છે.

પરમાણુ હુમલો કરવામાં સક્ષમ સબમરીન

આ સબમરીન પાકિસ્તાની નૌસેનાના હથિયારોમાં સૌથી શક્તિશાળી અને આધુનિક છે. આ સબમરીનને આધુનિક યુદ્ધ સિસ્ટમ અને AS-39 એક્સોસેટ એન્ટી-શિપ મિસાઇલથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ક્લાસની સબમરીન પરમાણુ મિસાઇલ બાબર-3ને લોન્ચ કરવામાં સક્ષમ છે.

આ વિડીયો પણ જુઓ: વલસાડ, સુરત, નવસારીમાં મેઘો ધોધમાર વરસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન