Pak Planning To Protest Again Before Indian High Commission In London On Diwali
  • Home
  • Featured
  • દિવાળીના દિવસે પાક. ભારત વિરૂદ્ધ હુમલાનું ષડયંત્ર રચવાની ફિરાકમાં, ભારતીય સમુદાય ચિંતિત

દિવાળીના દિવસે પાક. ભારત વિરૂદ્ધ હુમલાનું ષડયંત્ર રચવાની ફિરાકમાં, ભારતીય સમુદાય ચિંતિત

 | 8:12 pm IST

ભારતે જ્યારથી જમમુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે ત્યારથી પાકિસ્તાન દુનિયાભરમાં ધમપછાડા કરી રહ્યું છે. પાકિસ્તાનના મંત્રી, સેનાના અધિકારીઓ અને ખુદ વડાપ્રધાન ઈમરાન ખાન ભારતને યુદ્ધની ધમકી આપી ચુક્યા છે. એટલુ જ નહીં સંયુક્ત રાષ્ટ્ર સહિતના જુદા જુદા વૈશ્વિક મંચ પરથી પણ ભારત વિરૂદ્ધ દુષ્પ્રચાર કરી ચુક્યા છે. હવે આ જ કામ બ્રિટનમાં પણ થઈ રહ્યું છે.

બ્રિટનમાં વસી રહેલા પાકિસ્તાની સમુદાયો ધીરે ધીરે લગામ ગુમાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નિષ્પ્રભાવી થયાના વિરોધમાં લંડન ખાતેના ભારતીય દૂતાવાસ પર હિંસક દેખાવો કર્યા પછી બ્રિટનમાં વસી રહેલા પાકિસ્તાનવાસીનું દુઃસાહસ વધી રહ્યું છે. હવે તેઓ દિવાળીને દિવસે જ ભારતના દૂતાવાસ સામે હિંસક દેખાવો કરવાનું આયોજન કરી રહ્યા છે.

બ્રિટનમાં વસી રહેલા ભારતીય સમુદાયોને પાકિસ્તાની સમુદાયોની આ યોજનાની જાણકારી મળતાં જ તેમણે લંડનના મેયર સાદિક ખાન સમક્ષ પોતાની ચિંતા જાહેર કરી છે. લંડન એસેમ્બ્લીમાં બ્રેન્ટ એન્ડો હોરો વિસ્તારના પ્રતિનિધિ અને ભારતીય મૂળના લેબર પાર્ટીના નેતા નવીન શાહે પત્ર લખીને મેયર સાદિક ખાનને પોતાની ચિંતાઓથી વાકેફ કર્યા છે. મેયરે પણ નવીન શાહને જવાબી પત્ર લખીને આશ્વાસન આપ્યું છે કે, મેયર તરીકે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તેઓ અદા કરશે.

મેયર સાદિકે આપ્યું આશ્વાસન

મેયર સાદિક ખાને ભારતીય મૂળના નેતા નવીન શાહને તેમના પત્રનો જવાબ આપતાં લખ્યું છે કે, આ પ્રકારના વિરોધ દેખાવો વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહપ્રધાનની હોય છે, મેયરની નહીં. મેયરે પોતાના પત્રની એક નકલ ગૃહપ્રધાન પ્રીતિ પટેલને પણ પાઠવી છે. મેયરે એમ પણ લખ્યું છે કે દિવાળી જેવા પવિત્ર તહેવારેઆ પ્રકારની માર્ચનું આયોજન થતાં ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકો વચ્ચે તણાવ વધશે. વિરોધ કરવાનો અધિકાર લોકશાહીનું મહત્ત્વનું અંગ છે પરંતુ તે શાંતિપૂર્વક અને કાયદેસર હોવો જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન