Pakistani PM Imran Khan Disrespected By Saudi Prince During UN Trip
  • Home
  • Featured
  • મોટો ખુલાસો – પ્લેન માંથી ઉતારીને સાઉદી અરબનાં પ્રિન્સે કરી હતી ઇમરાન ખાનની બેઇજ્જતી

મોટો ખુલાસો – પ્લેન માંથી ઉતારીને સાઉદી અરબનાં પ્રિન્સે કરી હતી ઇમરાન ખાનની બેઇજ્જતી

 | 10:58 pm IST

પાકિસ્તાન ભલે સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને પોતાની પીઠ થપથપાવી રહ્યું હોય, પરંતુ ત્યાંનાં એક સમાચાર પત્રનો દાવો છે કે યૂએનથી પરત ફરતા સમયે સાઉદી ક્રાઉન પ્રિંસે પોતાનું વિમાન સુદ્ધા પરત બોલાવી લીધું હતુ, જેમાં ઇમરાન ખાન મુસાફરી કરી રહ્યા હતા. એ સમયે કહેવામાં આવ્યું હતુ કે ટેકનિકલ ખામીનાં કારણે વિમાન પરત ફર્યું હતુ, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાનની સંયુક્ત રાષ્ટ્રમાં સ્પીચથી ગુસ્સે થયેલા સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન સલમાને પોતાનું વિમાન પરત બોલાવી લીધું હતુ.

મોહમ્મદ બિન સલમાન થયા હતા નારાજ

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા અમેરિકાની યાત્રા પહેલા ઇમરાન ખાન સાઉદી અરબ ગયા હતા. સાઉદીથી ઇમરાન ખાન કોમર્શિયલ ફ્લાઇટથી ન્યૂયોર્ક જવાના હતા, પરંતુ સાઉદી પ્રિંસે તેમને મહેમાન તરીકે પોતાનું ખાસ વિમાન ઉપલબ્ધ કરાવ્યું હતુ. ત્યારબાદ તેઓ આ જ વિમાનથી સંયુક્ત રાષ્ટ્રનાં સેશન બાદ પાકિસ્તાન પરત ફરી રહ્યા હતા, પરંતુ તેને પરત લઇ જવું પડ્યું. હવે પાકિસ્તાની પત્રિકા ‘ફ્રાઇડે ટાઇમ્સ’એ એ કહીને ચોંકાવ્યા છે કે કોઈ ટેકનિકલ ખામી નહોતી. આ મોહમ્મદ બિન સલમાનની નારાજગી હતી, જેના કારણે ઇમરાન ખાનનાં વિમાને આવવું પડ્યું.

ફ્રાઇડે ટાઇમ્સનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, “દરેક સ્થિતિમાં ઇમરાન ખાનનાં પ્રશંસક બની રહેનારાઓએ ન્યૂયોર્કથી પરત ફરવા પર તેમનું વિજેતા અથવા હીરો જેવું સ્વાગત કર્યું. એટલા સુધી કે તેમના તરફથી સલાહ એ પણ આવી કે જે વિમાનથી ઇમરાન જેદ્દાથી ઇસ્લામાબાદ આવી રહ્યા છે, તેને ઇમરાન પ્રત્યે સમ્માન જતાવવા માટે એફ-17 થંડર વિમાનોનાં ઘેરાવામાં લાવવા જોઇએ.’

ક્ષેત્રિય મુદ્દો ઇસ્લામી પાકિસ્તાન અને હિંદૂ ભારતનો બની ગયો 

ફ્રાઇડે ટાઇમ્સે પોતાની રિપોર્ટમાં આગળ કહ્યું, ‘આ સમર્થકોને લાગે છે કે ઇમરાને કાશ્મીર, ઇસ્લામોફોબિયા જેવા તમામ ખાસ મુદ્દાઓ પર ધારદાર વાત રાખી છે. તેમને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે (જ્યારે ઇમરાન બોલી રહ્યા હતા ત્યારે) હૉલ અડધો ખાલી પડ્યો હતો અને ઇમરાને માની લીધું હતુ કે પાકિસ્તાન અલકાયદાનાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપતુ હતુ. તેમને એ વાતથી કોઈ ફરક નથી પડી રહ્યો કે ભારત-પાકિસ્તાન સંવાદની આશાઓ પહેલાથી પણ ઓછી થઈ ગઈ છે અને એક ક્ષેત્રિય મુદ્દો ઇસ્લામી પાકિસ્તાન અને હિંદૂ ભારતનો બની ગયો છે.’

પોતાનું ખાનગી વિમાન પરત બોલાવી લીધું હતુ

ફ્રાઇડે ટાઇમ્સે લખ્યું કે, ‘આ યાત્રાનાં કેટલાક અનિચ્છનીય પરિણામો પણ રહ્યા. સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન સલમાન ન્યૂયૉર્કમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની રણનીતિનાં કેટલાક પાસાઓથી એટલા અલગ થઈ ગયા કે તેમણે પોતાનું ખાનગી વિમાન પરત બોલાવીને અને તેમાથી પાકિસ્તાની પ્રતિનિધિમંડળને નીકાળીને ઇમરાનને ફટકાર લગાવી.’ મેગેઝિન પ્રમાણે ઇસ્લામિક બ્લોકનું નેતૃત્વ કરવાની ઇમરાનનાં પ્રયત્નો સાઉદી અરબને પસંદ આવ્યા નહીં. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ઈરાન સાથે સંબંધ મજબૂત કરવા પર પણ નારાજગી હતી.’

જો કે પાકિસ્તાન સરકારનાં પ્રવક્તાએ ફ્રાઇડે ટાઇમ્સનાં રિપોર્ટને ફગાવી દીધો છે અને સંપૂર્ણ ખોટો રિપોર્ટ ગણાવ્યો છે. પ્રવક્તાએ આ સમાચારને મનઘડંત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “સાઉદી પ્રિંસ તરફથી વિમાનને પરત બોલાવી લેવાના સમાચાર મનઘંડત છે. પાકિસ્તાન અને સાઉદી અરબનાં શાસકો વચ્ચે સારા સંબંધ છે. રિપોર્ટમાં પ્રધાનમંત્રીની વિશ્વનાં નેતાઓ સાથેની સફળ વાતચીતને નબળી ગણાવવાનો પ્રયત્ન થયો છે.”

આ વિડીયો પણ જુઓ: વડોદરાના વાઘોડિયામાં ઢાઢર નદીમાં 3 યુવક તણાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન