Pakistani Pop Singer Rabi Pirzada who threatens to PM Modi
  • Home
  • Featured
  • PM મોદીને ધમકી આપનારી ગાયિકા બરાબરની ભેખડે ભરાઈ, થઈ શકે છે આકરી કાર્યવાહી

PM મોદીને ધમકી આપનારી ગાયિકા બરાબરની ભેખડે ભરાઈ, થઈ શકે છે આકરી કાર્યવાહી

 | 5:26 pm IST

પાકિસ્તાનની એક પોપ સિંગરને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બોલવું ભારે પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનારી પાકિસ્તાની સિંગરને જેલ જવાની નોબત આવી છે.

લાહોરમાં પોતાના બ્યૂટી સલૂનમાં હિંસક જાનવરોને પાળતૂ જાનવરો તરીકે રાખવાને લઈને પાકિસ્તાનની પોપ સિંગર રબી પીરઝાદા બરાબરની ભેખડે ભરાઈ છે. તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વન્યજીવ સંરક્ષણ અને ઉદ્યાન વિભાગે રબી પીરજાદાના બ્યૂટી સલૂન પર હિંસક જાનવરોને રાખવા વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે વન્યજીવ અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ લાહોરની એક સ્થાનિક અદાલત વિરૂદ્ધ રબીને દંડ ફટકારવાની ભલામણ કરી છે. રબી પીરઝાદાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે અજગર અને મગર સાથે નજરે પડી રહી હતી.

વીડિયોમાં રબીએ પોતાની પાસે રહેલા બધા જ સાપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હોવાનું કહ્યું હતું. રબી પાકિસ્તાનની પોપ સિંગર છે અને અનેક ટેવી શોને હોસ્ટ પણ કરી ચુકી છે. રબીનું નામ પહેલીવાર 2017માં ત્યારે પ્રકાશમાં& આવ્યું હતું જ્યારે તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અને સલમાન ખાનનો વિરોધ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ : સુરેન્દ્રનગરના લીંબડીમાં 3 ગામ સંપર્ક વિહોણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન