Pakistani President Praised Imran Government's Stand In UN On J&K
  • Home
  • Featured
  • UNમાં નાક કપાવ્યા બાદ પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિએ ભરી સંસદમાં કર્યું ચોંકાવનારું વર્તન

UNમાં નાક કપાવ્યા બાદ પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિએ ભરી સંસદમાં કર્યું ચોંકાવનારું વર્તન

 | 7:55 pm IST

પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી પાકિસ્તાનની સંસદનાં સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન વરોધી પક્ષનાં વિરોધથી બચવા માટે પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કાશ્મીરનો રાગ આલાપ્યો. જો કે તેમની આ ચાલ કામ આવી નહીં. તેમણે કહ્યું કે, “પાકિસ્તાન સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને હટાવવાનાં ભારતનાં નિર્ણયનો વિરોધ કર્યો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત અન્ય આંતરરાષ્ટ્રિય મંચો પર મજબૂતીથી ઉઠાવ્યો.”

પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિએ ઇમરાન ખાન સરકારની પીઠ થપથપાવી 

તેમણે કહ્યું કે, “પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારનાં પ્રયત્નોનું જ પરિણામ રહ્યું છે કે 50 વર્ષ પછી કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચર્ચા થઈ.” જો કે ભારતે આનો જોરદાર વિરોધ કર્યો. તમને જણાવી દઇએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને ચીનને સાથે લઇને કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને ઊંધા મોઢે પછડાટ મળી.” પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ઇમરાન ખાન સરકારની પીઠ થપથપાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનની વિરોધ પક્ષની પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

પાકિસ્તાની રાષ્ટ્રપતિ અલ્વીએ આરએસએસ પર પણ પ્રહાર કર્યા

આ દરમિયાન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અલ્વીએ આરએસએસ પર પણ પ્રહાર કર્યા, પરંતુ તેમની આ રણનીતિ પણ વિરોધ પ્રદર્શનને રોકી શકી નહીં. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં મુદ્દા ઉપરાંત પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિએ પુલવામા આતંકવાદી હુમલા અને વાયુસેનાનાં પાયલટ અભિનંદનને છોડી મુકવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પહેલા પાકિસ્તાનની મુખ્ય વિરોધ પક્ષની પાર્ટીઓ પીએમએલ-એલ અને પીપીપીએ નેશનલ એસેમ્બલીનાં સંયુક્ત સત્ર દરમિયાન સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.

વિરોધ પક્ષે ઇમરાન ખાન સરકારનો કર્યો જોરદાર વિરોધ

બુધવારનાં પીએમએલ-એન અને પીપીપીનાં નેતાઓએ કહ્યું કે, “પાકિસ્તાનનાં ચૂંટણી પંચનાં બે સભ્યોને અસંવૈધાનિક રીતે નિયુક્ત કરવાની સામે નેશનલ એસેમ્બલીનાં સંયુક્ત સત્ર દરમિયાન વિરોધ કરવામાં આવ્યો.” આ ઉપરાંત ધરપકડ કરવામાં આવેલા સાંસદોને હાજર ના કરવામાં આવ્યા તેનો પણ મુદ્દો ઉઠાવ્યો. પીપીપીનાં નેતા સઈદ નવીદ કમરે કહ્યું કે, “નેશનલ એસેમ્બલીનાં સંયુક્ત સત્રને શાંતપૂર્ણ ચલાવવું મુશ્કેલ છે.”

આ વિડીયો પણ જુઓ: રાધનપુરના કામલપુરમાં જૂથ અથડામણમાં એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન