Pakistani Saying That Shahid Afridi Will Become Next Prime Minister
  • Home
  • Sports
  • Cricket
  • …તો શાહિદ આફ્રિદી બનશે પાકિસ્તાનનો પ્રધાનમંત્રી, પાક. સેનાના મેજરને મળતા શરૂ થઈ ચર્ચા

…તો શાહિદ આફ્રિદી બનશે પાકિસ્તાનનો પ્રધાનમંત્રી, પાક. સેનાના મેજરને મળતા શરૂ થઈ ચર્ચા

 | 11:22 pm IST

પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રદીએ છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરને લઇને અનેક નિવેદનો આપ્યા છે. ગત દિવસોમાં તે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સાથે રેલીમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે પાકિસ્તાની સેનાનાં મેજર જનર આસિફ ગફૂરને પણ મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ગફૂરને મળ્યાની એક તસવીર ઘણી શેર થઇ રહી છે.

આફ્રિદીએ 13 સપ્ટેમ્બરનાં પીઓકેનાં મુઝફ્ફરાબાદમાં રેલી દરમિયાન જમ્મુ-કાશ્મીરને લઇને ભડકાઉ ભાષણ આપ્યું હતુ. આ દરમિયાન તે સેનાનાં અધિકારીઓને પણ મળ્યો હતો. પાકિસ્તાનનાં અનેક લોકોએ તેને આગામી પ્રધાનમંત્રી ગણાવ્યો. ગફૂર અને આફ્ર્દિનાં ગળે મળ્યાની તસવીરો ટ્વિટર પર શેર થઇ રહી છે. કેટલાકે લખ્યું કે, ‘શાહિદ આફ્રિદી આગામી પ્રધાનમંત્રી છે.’ જો કે તેના વિરોધમાં પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક યૂઝરે લખ્યું કે, ‘જો આ પ્રધાનમંત્રી બનશે તો પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરને પણ ભારતને આપી દેશે.’ તો એક યૂઝરે લખ્યું કે, ‘આ તો ઇમરાન ખાન કરતા પણ વધારે જૂઠો છે.’

રેલીમાં આફ્રિદીએ કાશ્મીરનાં મુદ્દાને મુસલમાનો સાથે જોડ્યો. તેણે કહ્યું કે, “ફક્ત મુસલમાનો પર જુલ્મ કેમ થઇ રહ્યો છે?” આફ્રિદીએ પોતાના ભાષણમાં ઇમરાન ખાન અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની પ્રશંસા કરી. તેણે કાશ્મીરનાં મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાની વાત પણ કરી.

તેણે કહ્યું કે, “હું અત્યાચારીઓનાં વિરુદ્ધ છું, પ્રજાની સાથે છું. વાત કાશ્મીરની નથી, વાત માણસાઈની છે. દુનિયાનાં કોઈ પણ ખુણામાં અત્યાર હશે, તો આપણે પાકિસ્તાનીઓ – આપણે મુસલમાનો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવશું. આપણે બધાએ હોશિયાર થઇ જવું જોઇએ. આપણે બધાએ એક કૌમ બનવું જોઇએ. એક વાત રાખજો મારી જાન, જ્યાં સુધી આપણે એક નહીં હોઇએ તો લોકો આપણી વિરુદ્ધ અત્યાર કરતા રહેશે.” ઉલ્લેખનીય છે કે અત્યાચાર અને માનવતાની વાતો કરતા પાકિસ્તાનમાં જ લઘુમતી સમુદાયની હાલત કફોડી છે. આ ઉપરાંત પીઓકે અને બલુચિસ્તાનનાં લોકો પર અનેક અત્યાચાર થઇ રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: મેમનગરમાં PUC માટે લાગી લાંબી લાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન