Pakistani Reporter Feared When Dogs Run Behind Him While Reporting
  • Home
  • Featured
  • પાછળથી કૂતરા દોડતા આવતા જ ઊડી ગયા પાકિસ્તાની રિપોર્ટરનાં હોશ, જુઓ મજેદાર વિડીયો

પાછળથી કૂતરા દોડતા આવતા જ ઊડી ગયા પાકિસ્તાની રિપોર્ટરનાં હોશ, જુઓ મજેદાર વિડીયો

 | 12:36 pm IST

બોલીવુડ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ પાકિસ્તાની રીપોર્ટર ચાંદ નવાબનું પાત્ર નિભાવ્યું હતુ. ચાંદ નવાબનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો હતો, જેમાં તે રેલવે સ્ટેશનની સીઢીઓ પર ઉભો રહીને કેમેરા સામે રિપોર્ટિંગ કરે છે અને પાછળથી ટ્રેન ધીમી ઝડપે ચાલી રહી છે. આ દરમિયાન કેમેરાની વચ્ચેથી જ લોકો પસાર થવા લાગ્યા ત્યારે તેણે લાઇવ કેમેરામાં જ લોકોને હટવાનું કહ્યું. જો કે અત્યારે પાકિસ્તાનનાં એક બીજા રિપોર્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં પાકિસ્તાની રિપોર્ટર પાછળ કૂતરાઓ દોડતા આવી રહ્યા છે અને તેને જરા પણ ખબર નથી, જ્યારે તેને ખબર પડે છે કે તેની પાછળ કૂતરાઓ દોડતા આવી રહ્યા છે ત્યારે તે ગભરાઈ જાય છે. જો કે રિપોર્ટરે પોતાની રિપોર્ટિંગ છોડી નહીં અને તે સતત બોલતો રહ્યો. એટલુ જ નહીં, આ દરમિયાન રિપોર્ટરે અંતમાં કેમેરામેનનું નામ પણ બોલ્યું. આ વિડીયો પાકિસ્તાનનાં સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.