Pakistani Rupee and Share Marke tumbles highcourt bans Tea in Official
  • Home
  • Featured
  • દેવાળીયા પાકિસ્તાનના ખસ્તા હાલ, કર્મચારીઓને સરકારી પૈસે ચા પણ નહીં મળે

દેવાળીયા પાકિસ્તાનના ખસ્તા હાલ, કર્મચારીઓને સરકારી પૈસે ચા પણ નહીં મળે

 | 12:33 pm IST

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ને વધુ ડામાડોળ થઈ રહી છે. તે ચીન સહિતના દુનિયાના દેશો પાસે કટોરો લઈને રીતસરની ભીખ માંગી રહ્યું છે. તાજેતરમાં જ આઈએમએફએ પાકિસ્તાન લોન તો આપી છે પણ કેટલીક આકરી શરતો પણ મુકી છે. જેની અસર પાકિસ્તાનના અર્થતંત્ર પણ પડી શકશે.

પાકિસ્તાનમાં શેર બજાર અને તેના રૂપિયા પર પણ તેની અસર વર્તાઈ રહી છે. રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. તો બીજી બાજુ પાકિસ્તાનના અધિકારીઓ પર ચા પીવા પર પણ કાપ મુકી દેવામાં આવ્યો છે.

લાહોર હાઇકોર્ટનાં અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવેથી તેઓ સરકારી ખર્ચ પર અધિકારી ચા નહી પી શકે. હાઇકોર્ટે કહ્યું કે, નેતા અને સરકારી બાબુ ખજાનાઓનાં રક્ષક છે. તેઓ આ સરકારી ખજાનાનો ઉપયોગ પોતાનાં વ્યક્તિગત્ત ખર્ચાઓ માટે ન કરે. એટલા માટે બેઠકમાં ચા નહી પીવડાવવામાં આવે. કોર્ટ આ મુદ્દે આગામી સુનવણી 23 મેનાં રોજ કરશે.

મોહમ્મદ અલી જીન્નાએ પણ ફરમાવ્યો હતો કંઈક આવો જ હુકમ

લાહોર હાઇકોર્ટના જસ્ટિસ અમીનુદ્દીન ખાસે કહ્યું કે, દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાએ પણ સરકારી ખર્ચાથી ચા પીવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલા માટે આગામી સુનવણી સુધી કોઇ પ્રકારની સરકારી બેઠકમાં ચા પીરસવામાં નહી આવે.

પાકિસ્તાનના રૂપિયાની રોકેટ ગતિ

પાકિસ્તાનના અર્થતંત્રના ખસ્ત હાલની વિપરીત અસર તેના રૂપિયા પર પણ પડી રહી છે. પાકિસ્તાનનો રૂપિયો 150ના સ્તર પર પહોંચી ચુક્યો છે. પાકિસ્તાની રૂપિયો સતત ઘટી રહ્યો છે. રૂપિયાના ગગડી રહેલા ભાવ માટે પાકિસ્તાનની કેન્દ્રીય બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) પણ કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરી રહ્યું.

શેરબજાર પણ કડડડભૂસ

કરાંચી શેરબજારમાં પણ શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે 804.5 પોઇન્ટના ઘટાડા સાથે 33,166.6 ના સ્તર પર બંધ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન