Pakistani Scientist Atta-Ur-Rahman Praised India's Chandrayaan-2 Mission
  • Home
  • Featured
  • ભારતનાં ચંદ્રયાન-2 મિશનની પાકિસ્તાની વૈજ્ઞાનિકે કરી પ્રશંસા, પાક.ને બતાવ્યો અરીસો

ભારતનાં ચંદ્રયાન-2 મિશનની પાકિસ્તાની વૈજ્ઞાનિકે કરી પ્રશંસા, પાક.ને બતાવ્યો અરીસો

 | 11:32 pm IST

ભારતનાં ચંદ્રયાન-2 મિશનને લઇને પાકિસ્તાનનાં સાયન્સ મિનિસ્ટર ફવાદ ચૌધરી અને પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ભૂંડી હરકત કરતા ભારતની મજાક ઉડાવી હતી. જો કે બંનેને ટ્વિટર યૂઝર્સે બરાબરનો જવાબ આપ્યો હતો. એટલા સુધી કે પાકિસ્તાની યૂઝર્સે પણ તેમને ફટકાર લગાવી હતી. તો હવે પાકિસ્તાનનાં વૈજ્ઞાનિક અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી રહી ચુકેલા ડૉક્ટર અતા-ઉર-રહમાને ફવાદ ચૌધરી જેવા લોકોને અરીસો દેખાડતા કહ્યું કે ઇસ્લામાબાદે ઇસરોથી શીખવું જોઇએ.

અન્ય દેશો પણ આ પ્રકારનાં મિશનમાં રહ્યા છે અસફળ

ડૉ. અતા-ઉર-રહમાને શનિવારનાં એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, “ભારતનું ચંદ્રયાન-2 મિશન પાકિસ્તાન માટે વેક અપ કૉલ છે. ભારતનાં ચંદ્રયાન મિશનને અસફળ ના કહી શકાય, કેમકે ઘણા ઉચ્ચ ટેકનોલોજીવાળા દેશોનાં આ પ્રકારનાં મિશન પણ અસફળ રહ્યા છે.” રહમાને કહ્યું કે, “સફળ અને અસફળ થવું આ પ્રકારનાં મિશનનો ભાગ છે, પરંતુ જે અંતિમ સમય સુધી પ્રયત્ન ચાલુ રાખે છે, તે જ સફળ થાય છે.” તેમણે કહ્યું કે, “જે દેશોએ પણ આ પ્રકારનાં મિશન કર્યા છે, તેમના પણ અડધા મિશન સફળ રહ્યા છે અને અડધા અસફળ.” તેમણે કહ્યું કે, “આ પ્રકારનાં મિશનમાં ઘણા બધા પૈસા લગાવવા યોગ્ય નહીં રહે. આ યોગ્ય દ્રષ્ટિકોણ નથી. કેમકે આવા પ્રયત્નોનો સંરક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્ર પર પણ પ્રભાવ પડે છે.”

પાકિસ્તાન ભારતથી દશકો પાછળ

રહમાને કહ્યું કે, “ભારત જે કરી રહ્યું છે સારું કરી રહ્યું છે અને આપણ પણ મંગળ અને ચંદ્ર પર પહોંચવા માટે તેમનાથી શીખ લેવી જોઇએ.” તેમણે કહ્યું કે, “આપણે ચંદ્ર પર જવાનો પ્રયત્ન ફક્ત એટલે ના કરવો જોઇએ કે આપણે ભારતની બરાબરી કરવા ઇચ્છીએ છીએ, પરંતુ આ પ્રકારનાં પરીક્ષણોથી ટેકનિકલ વિકાસ થાય છે જેનાથી આપણા સંરક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રને મજબૂતી મળશે.”

આ પહેલા તેમણે ટ્વિટર પર પણ પાકિસ્તાનીઓને શિખામણ આપતા લખ્યું હતુ કે, “ભારતનાં મૂન મિશનની અસળતાની ટીકા કરવી ઘણું ખોટું છે. લક્ષ્યની આટલા નજીક આવવું ટેકનોલોજીની ઉપલબ્ધિ છે. પાકિસ્તાન દશકો પાછળ છે. ભારતની અસફળતા પર જશ્ન મનાવવાની જગ્યાએ આપણે જાગવા અને સ્પેસ સાયન્સ ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર છે. વેક અપ પાકિસ્તાન.’

આ વિડીયો પણ જુઓ: પોરબંદરના કુતિયાણામાં ડેમના દરવાજાને લઈ વિવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન