Pakistani Singer Killed by Husband for Land Issue
  • Home
  • Entertainment
  • મહિલા સિંગરને પતિએ ગોળી મારી ઉતારી મોતને ઘાટ, આ હતું કારણ

મહિલા સિંગરને પતિએ ગોળી મારી ઉતારી મોતને ઘાટ, આ હતું કારણ

 | 12:52 pm IST

પાકિસ્તાનની જાણીતી સિંગર રેશમાની તેના પતિએ ગોળી મારીને હત્યા કરી છે. રેશમાની હત્યા પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનવાનાં નોશેરા કલાંમાં કરવામાં આવી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જમીન વિવાદનાં કારણે સિંગરનાં પતિએ તેની હત્યા કરી દીધી છે. રેશમાં તેની ચોથી પત્ની હતી. રેશમા પતિ સાથે વિવાદ બાદ તેના ભાઈ સાથે રહેતી હતી.

આરોપીએ ઘરમાં ઘૂસીને રેશમા પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં રેશમાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તેનું મૃત્યુ થઇ નિપજ્યુ. રેશમાનાં મૃત્યુ બાદ તેના પતિએ ઘટનાને એ રીતે દર્શાવી જાણે કશું થયું નથી. આ ઘટના 1 ઑગષ્ટે બની હતી.

આ પહેલા પણ પાકિસ્તાનમાં મહિલા કલાકારોની હત્યાનાં બનાવો આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં અભિનેત્રી સુનબુલને હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પરફૉર્મ ના કરવાનાં કારણે મારી નાંખવામાં આવી હતી. રેશમાને તેના ઘણા જાણીતા પશ્તો ગીતોને લઇને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને જાણીતા પાકિસ્તાની ડ્રામા ‘ઝોબાલ ગોલુના’ને કારણે પણ ઓળખવામાં આવે છે.