pakistani singer rabi pirzada says indians are better than pakistanis she will leave-pakistan
  • Home
  • Featured
  • PM મોદીની ધમકી આપીને ચર્ચામાં આવી હતી, હવે પાકિસ્તાન છોડવા માંગે છે સિંગર

PM મોદીની ધમકી આપીને ચર્ચામાં આવી હતી, હવે પાકિસ્તાન છોડવા માંગે છે સિંગર

 | 8:15 am IST

પૂર્વ પાકિસ્તાની સિંગર રબી પીરજાદાએ મ્યુઝિક દુનિયાને ઘણા સમય પહેલા અલવિદા કહી દીધું હતું. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં રબીએ પાકિસ્તાનને છોડવાની વાત કરી જે બાદ મોટી બબાલ થઇ ગઇ.

અલગ-અલગ કારણોથી ચર્ચામાં રહેનારી રબીએ ગુરુવારે તેની આલોચના અંગે ટ્વિટ કરતા ભારતા અને પાકિસ્તાનના લોકોની તુલના કરી હતી. તેણે ટ્વિટમાં લખ્યું કે કે પાકિસ્તાન અને ભારતના લોકોમાં આજ ફરક છે કે ભારતીય ક્યારેય મારી બુરાઇ કરતા નથી. આ પહેલા સિંગર અદનાન સામીથી વાત કરતા રબી પીરજાદાએ કહ્યું કે લોકો તેના અવાજ અને ટેલેન્ટને લાયક નથી. સાથે જ તે બોલી કે તે એક દિવસ પાકિસ્તાન છોડી દેશે.

રબીના આ ટ્વિટ પર યૂઝર્સે જ્યાં દુ:ખ વ્યક્ત કર્ય તો લોકોએ આડે હાથ પણ લીધી. રબી પીરજાદાના ટ્વિટનો જવાબ આપતા સિંગર અદનાન સામીએ લખ્યું- હું પ્રાર્થના કરુ છું કે અલ્લાહ હંમેશા તારી રક્ષા કરે. તું જ્યાં પણ છે ત્યાં ખુશ અને તંદુરસ્ત રહે. અદનાન સામી પાકિસ્તાનના સિંગર છે. જેને બાદમાં ભારતની નાગરિકતા લીધી હતી અને અહીં જ ઘર વસાવી લીધું. આ અંગે રબી પીરજાદાએ વાત કરતા કહ્યું કે અમે હંમેશા તમને ખોટા સમજ્યા અને તમારી પર તે વાતનો આરોપ લગાવ્યો જે તમે ક્યારેય કરી જ નથી આજે જ્યારે મારી પાસે આવું થયું તો મને સમજમાં આવ્યું કે તમને કેવું લાગતું હશે. હું તમારાથી માફી માંગું છું અદનાન ભાઇ..

જેના જવાબમાં અદનાને સમજાવ્યું કે તમારી મરજીથી જીંદગી જીવો. આ દરેત વાતો વચ્ચે રબી પીરજાદાએ સતત પાકિસ્તાન છોડવાની વાત પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા તેણે ટ્વિટ્સ ડિલીટ કરી દીધા અને સ્પષ્ટા કરી. તે બાદ રબી પીરજાદાએ ટ્વિટ કર્યું કે પાકિસ્તાન મારી ઓળખ છે. મેં કંઇક નેગેટિવ લખ્યું અને તે સોશિયલ મીડિયા પર અને અખબારોમાં વાયરલ થઇ ગયું. મેં તેને ડિલીટ કરી દીધું અને ફરીથી કંઇક પોસ્ટ કર્યું પરંતુ કોઇને કઇ ફરક પડ્યો નહીં શું આપણે બદલવા નથી માંગતા. પાકિસ્તાની આર્મી દુનિયાની બેસ્ટ આર્મી છે. હું પ્રાર્થના કરું છું.

આ પહેલી વખત નથી જ્યારે રબી પીરજાદા વિવાદોમાં ઘેરાઇ છે. થોડાક સમય પહેલા તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે એક આપત્તિજનક ટ્વિટ કર્યું હતું જેને લઇને તે ટ્રોલ થઇ હતી. તેણે એક વીડિયોમાં પીએમ મોદીને ધમકી પણ આપી હતી. 50 સેકન્ડના એક વીડિયોમાં તેણે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સાપ અને મગરથી હુમલો કરવાની ધમકી આપી હતી. જોકે, આ જ્યારે આ વીડિયોને ધ્યાનથી જોયા તો માલૂમ પડ્યું કે સાપ અને મગર રમકડાની દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન