ભારતનું અર્ધ-સત્ય, સીમાએ સામસામા ગોળીબારમાં પાક. સૈનિકોના થયા મોત - Sandesh
  • Home
  • Uncategorized
  • ભારતનું અર્ધ-સત્ય, સીમાએ સામસામા ગોળીબારમાં પાક. સૈનિકોના થયા મોત

ભારતનું અર્ધ-સત્ય, સીમાએ સામસામા ગોળીબારમાં પાક. સૈનિકોના થયા મોત

 | 3:37 pm IST

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ત્રણ સ્થળોએ સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરી હોવાના ભારતના ઘટસ્ફોટ પછી પાકિસ્તાનની સેનાએ ભારત પર સત્યની વિકૃત રજૂઆત કરવાનો આક્ષેપ મુક્યો છે. ભારતે દાવો કર્યો છે કે આતંકવાદીઓ એકઠા થઈને જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સ્થળોએ સર્જિકલ સ્ટ્રાઈક હાથ ધરાઈ હતી.

સૈન્ય કાર્યવાહીના મહાનિદેશક (ડીજી) લેફ. જનરલ રણવીરસિંહે ઉતાવળે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ ઘૂસણખોરી માટે એકત્ર થયા હોવાની વિશ્વાસપાત્ર અને નક્કર માહિતી પછી ગત રાતે આ કાર્યવાહી કરાઈ હતી. બીજી બાજુ પાકિસ્તાની સેનાની પ્રેસ વિંગે ભારતના આ પ્રકારના હુમલાને રદિયો આપ્યો છે.

તેમણે કહ્યું હતું કે ભારત સીમાએથી ગોળીબાર કરાતા બે પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતાં. ભારતે સત્યની વિકૃત રજૂઆત કરીને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે સહરદ પારના ગોળીબારને સર્જિકલ હુમલો ગણાવ્યો છે. પાકિસ્તાનમાં સર્જિકલ હુમલો કરાશે તો તેનો સજ્જડ જવાબ આપવામાં આવશે.

પૂર્વ રાજદ્વારી અને ભારત-પાક. બાબતોના નિષ્ણાત વિવેક કાત્જુના જણાવ્યા અનુસાર ભારતના સર્જિકલ હુમલા અંગે પાકિસ્તાન રદિયો આપે છે, જેને પાકિસ્તાન દ્વારા પરિસ્થિતિને શાંત પાડવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ.

બીજી બાજુ એરફોર્સના પૂર્વ વડા ફલી મેજરે જણાવ્યું હતું કે ચોક્કસપણે આપણી સામે વળતી કાર્યવાહી થઈ શકે છે. જોકે પાકિસ્તાનનો રદિયો તે સૈન્ય કાર્યવાહીને ઉગ્ર બનાવવાની વિરુદ્ધમાં હોવાનો પણ સંકેત આપે છે.

ભારતે સત્યની વિકૃત રજૂઆત કરીને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે સહરદ પારના ગોળીબારને સર્જિકલ હુમલો ગણાવ્યો છે. પાકિસ્તાનમાં સર્જિકલ હુમલો કરાશે તો તેનો સજ્જડ જવાબ આપવામાં આવશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન