pakistani spy used bots to lure 98 targets here are whatsapp security
  • Home
  • Featured
  • પાકિસ્તાનના જાસૂસો ભારતના વોટ્સએપ કરે છે હેક, બચવા ઇન્ડિયન આર્મીએ આપી આ ટિપ્સ

પાકિસ્તાનના જાસૂસો ભારતના વોટ્સએપ કરે છે હેક, બચવા ઇન્ડિયન આર્મીએ આપી આ ટિપ્સ

 | 1:17 pm IST

ઉત્તરપ્રદેશ પોલીસ અને મિલિટ્રી ઇન્ટેલિજન્સના અધિકારીઓએ માહિતી આપી છે કે પાકિસ્તાનના જાસૂસોએ ભારતના સેના અને વિભાગોના 98 થી વધુ કમ્પ્યુટર સિસ્ટમને નિશાનો બનાવ્યું છે. હેકર દ્વારા ભારતીય સેના, હવાઈ સેના, નેવી, પેરમિલેટ્રી ફોર્સિસ સહિત યુપી, પંજાબ, એમપી, રાજસ્થાન પોલીસ અધિકારીઓના એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફેસબુક પર સેજલ કપૂરના નિક નામથી હાજર આ જાસૂસે વિસ્પર અને ગ્રેવીટી રેટ નામ સાથે સ્પાઇ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો.

જો તમે નંબર બદલ્યો છે તો પછી સૌથી પહેલા તમારા જૂના સીમન કાર્ડને તોડી નાખો. જેનાથી કોઈ બીજો તેનો ઉપયોગ કરી શકે નહીં. ઉપરાંત તે નંબરથી વોટ્સેપ ગ્રુપ પણ હટાવી દો.

આવું પ્રથમ વખત નથી, જ્યારે ભારતીય સેનાના જવાનોને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવે છે. 2018 માં પણ ભારતીય સેનાએ પોતાના ઓફિશલ ટ્વિટર હેન્ડલ (@adgpi) થી વીડિયો શેર કર્યો હતો, જેમાં વોટ્સએપ ગ્રુપ પર વધુ સાવચેતી રાખવામાં જણાવ્યું હતુ. તેવામાં અમે એક વાર ફરી તમને ભારતીય સેના દ્વારા રજૂ કરાયેલી સિક્યોરિટી ટીપ્સ વિશે જણાવીએ છીએ, જેનાથી તમે હેકરોના નિશાનાથી બચી શકો છો.

પાકિસ્તાનના જાસૂસો +86 થી શરૂ થનારા નંબરોથી વોટ્સએપ પર ભારતીય આર્મી ગ્રુપ્સમાં જોડાઇ રહ્યાં છે અને ડેટા ચોરી કરી રહ્યા છે. તેવામાં +86 થી શરૂ થતાં નંબરો પર નજર રાખો. ઘણી વખત આ બળજબરીથી ભારતીય સેનાના વોટ્સએપ ગ્રુપ્સમાં પ્રવેશીને ડેટા ચોરી કરે છે. આ કારણથી આ નંબર્સ પર ધ્યાન રાખવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન