pakistani supporters protest in canada one brave indian men verbal
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: કેનેડામાં કાશ્મીર માટે પાકિસ્તાનીઓ ફદૂકે ચડ્યા’તા, ભારતનો એક બંદો બધા પર ભારે પડી ગયો

VIDEO: કેનેડામાં કાશ્મીર માટે પાકિસ્તાનીઓ ફદૂકે ચડ્યા’તા, ભારતનો એક બંદો બધા પર ભારે પડી ગયો

 | 5:34 pm IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે કેનાડાનો હોવાનું સામે આવ્યું છે. કેનેડામાં કેટલાક પાકિસ્તાની સમર્થક કાશ્મીર માટે રેલી કરતા હતા. પરંતુ તે બધાને માટે એક ભારતીય ભારે પડી ગયો. વીડિયો પણ આ જ શખ્સે બનાવ્યો છે. કે જે હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બનાવતો શખ્સ રાડો પાડતો જોવા મળી રહ્યો છે કે, કાશ્મીરને ભૂલી જાઓ, હવે પીઓકેનો વારો છે.

આ વીડિયોની સત્યતા, સ્થાન અને સમય પર કોઈ જ પ્રકારે પુષ્ટિ થઈ નથી. વીડિયો વાયરલ થયો એ કેનેડાનો છે કે નહીં એ પણ કોઈ આધિકારીક પુષ્ટિ નથી થઈ પરંતુ હાલમાં લોકો ખુબ શેર કરી રહ્યા છે. જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે પાકિસ્તાનનાં ઘેટા બકરાં માટે ભારતનો એક સિંહ જ કાફી છે.

મળતા રિપોર્ટ પ્રમાણે આ વીડિયોમાં પાકિસ્તાની સમર્થક કાશ્મીર સાથે ઉભા રહેવાની વાત કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવામાં આવી પછી પાકિસ્તાનીઓએ આ રેલી કરી હતી. પરંતુ હજુ રેલીની ઘટના કે પછી ક્યાં થઈ એની કોઈ પાક્કી માહિતી મળી નથી.

ભારતનો શખ્સ એ બધા પાકિસ્તાનીઓને કહે છે કે, કાશ્મીરને ભૂલી જાઓ, હવે અમે પીઓકે પર પણ કબજો કરીશું. પરંતુ અમુક લોકો તેને રોકવા આવે છે અને ધક્કા મુક્કી કરે છે. તો આ શખ્સ તેને કહે છે કે મને કોઈ ટચ ન કરે, બોલવું એ મારો અધિકાર છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન