Pakistani Women tying Rakhi To Narendra Modi Since 25 Years
  • Home
  • Featured
  • 25 વર્ષોથી PM મોદીને રાખડી બાંધે છે આ પાકિસ્તાની મહિલા, આ વખતે પણ પહોંચ્યા દિલ્લી

25 વર્ષોથી PM મોદીને રાખડી બાંધે છે આ પાકિસ્તાની મહિલા, આ વખતે પણ પહોંચ્યા દિલ્લી

 | 11:44 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 25 વર્ષથી રાખડી બાંધતા પાકિસ્તાની બહેન કમર જહાં આ વખતે પણ પીએમને રાખડી બાંધવા માટે દિલ્લી પહોંચી ચુક્યા છે. તેઓ 30 વર્ષથી ગુજરાતનાં અમદાવાદમાં રહે છે. એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, “આ વખતે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન બંને એક જ દિવસ પર છે. એક તરફ દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે, તો બીજી તરફ બહેનો પોતાના ભાઇનાં હાથ પર રાખડી બાંધીને સુરક્ષાનું વચન લઇ રહી છે.”

તેમણે કહ્યું કે, “કાશ્મીરમાંથી 370 હટાવવાનાં કારણે ઘણા બધાને આઝાદી મળી છે.” પોતાના 25 વર્ષોની યાદોને તાજી કરતા તેમણે કહ્યું કે, “મોદીજી જ્યારે સંઘમાં પ્રચારક હતા ત્યારથી હું તેમને ઓળખું છું. તેઓ એક એવા વ્યક્તિ છે જે હંમેશા લોકોનું ભલું ઇચ્છે છે.” પીએમ મોદી સાથેની વાતચીતને યાદ કરતા તેમણે કહ્યું કે, “મારા પતિ મોહસિન શેખ પેઇન્ટર છે. એક બહેન હોવાના નાતે હું હંમેશા પીએમ મોદી પાસેથી સલાહ લુ છું કે પેઇન્ટિંગની એક્ઝિબિશન ક્યાં લગાવીએ. તેમણે મારા પતિને વર્તમાન ટૉપિક્સ પર પેઇન્ટિંગ બનાવવાની સલાહ આપી. ત્યારબાદ મારા પતિએ ગાંધીજીથી લઇને આતંકવાદ ઉપર પેઇન્ટિંગ્સ બનાવી. તેમના આ પેઇન્ટિંગ્સની ઘણી પ્રશંસા થઈ હતી.”

તેમણે કહ્યું કે, “મોદીજીને સંબંધ નીભાવતા આવડે છે. એકવાર હું રક્ષાબંધન પર તેમને રાખડી બાંધવા ના જઇ શકી. કેટલાક દિવસ પછી ક્યાંક મુલાકાત થઇ તો તેમણે પુછ્યું કે, બહેન આ વર્ષે રાખડી બાંધવા કેમ ના આવ્યા? આ વાત મને હંમેશા યાદ રહી. હું એ જ પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા સ્વસ્થ રહે અને લોકોની ભલાઈ માટે આ રીતે જ કામ કરતા રહે. તેમને મળ્યા બાદ એક અલગ જ જોશ આવે છે.”

આ વિડીયો પણ જુઓ: મુંબઈ CSTને લાઇટિંગ થી શણગારાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન