ICCએ ક્રિકેટ ચાહકોને પૂછ્યું કોણ છે સૌથી બેસ્ટ કેપ્ટન, જવાબ સાંભળીને ભારતીયોને આવશે ગુસ્સો

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન (Imran Khan) એ ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલી (ICC Twitter Poll) ને પાછળ છોડી દીધા છે. આ સર્વેમાં એબી ડી વિલિયર્સ (AB de Villiers) અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
Captaincy proved a blessing for some extraordinary cricketers 🧢🏏
Their averages improved as leaders 📈
You decide which of these ‘pacesetters’ were the best among these geniuses! pic.twitter.com/yWEp4WgMun
— ICC (@ICC) January 12, 2021
આઇસીસીએ ટ્વિટર પર તેના ફોલોઅર્સને પૂછ્યું કે આમાથી કયા કેપ્ટન છે કે જેનું ખાનગી પ્રદર્શન એક કેપ્ટન તરીકે સૌથી બેસ્ટ છે. તેને લઇને ભારત અને પાકિસ્તાનના દર્શકોમાં જંગ છેડાઇ ગઇ દરેક લોકો તેમના પસંદગીના ખેલાડીઓના પક્ષમાં વોટ કરવા લાગ્યા.
Lastly, Imran Khan, one of Pakistan’s greatest and leader of the 1992 @cricketworldcup triumph 🌟 pic.twitter.com/LyrZiybD4y
— ICC (@ICC) January 12, 2021
આ સર્વેમાં વિરાટ કોહલી અને ઇમરાન ખાન વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી હતી. તેમાં કુલ 5,36,346 લોકોએ મત આપ્યો. ઇમરાન ખાનને 47.3 ટકા અને વિરાટ કોહલીને 46.2 ટકા મત મળ્યા છે. આ સિવાય એબી ડી વિલિયર્સને 6.00 ટકા અને મેગ લેનિંગને 0.5 ટકા મળ્યા છે.
આ પણ જુઓ : મોરબીના હળવદમાં શંકાસ્પદ પક્ષીના મોત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન