Pakistan's Home Minister Sheikh Rashid Ahmed calls New Zealand's cancellation of cricket series international conspiracy
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડની ટીમે ક્રિકેટ સિરીઝ રદ્દ કરતા પાકિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું- આ આંતરરાષ્ટ્રીય કાવતરું

ન્યૂઝીલેન્ડની ટીમે ક્રિકેટ સિરીઝ રદ્દ કરતા પાકિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું- આ આંતરરાષ્ટ્રીય કાવતરું

 | 2:37 pm IST
  • Share

ક્રિકેટની દુનિયમાં શુક્રવારે હડકંપ મચી ગયો જ્યારે પાકિસ્તાનમાં મેચ શરૂ થાય તે પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમે ન માત્ર મેદાનમાં ઉતરવાથી ઇન્કાર કર્યો પરંતુ ટીમે હોટલમાંથી બહાર નીકાળવાનો જ ઇન્કાર કરી દીધો. પીએમ ઇમરાન ખાને ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્નને ક્રિકેટ સિરીઝ માટે મનાવવાનો સંપૂર્ણ પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમણે ખેલાડીઓની સુરક્ષાને મહત્ત્વ આપતા સિરીઝ રદ્દ કરવાનો નિર્ણય લઇ લીધો. 18 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચેલી કીવી ટીમને અહિં 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમવાની હતી.

પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રશીદ અહમદે કીવી ટીમ દ્વારા પ્રવાસ રદ્દ કરવાને આંતરરાષ્ટ્રીય કાવતરું ગણાવ્યું છે. એક્સપ્રેસ ટ્રીબ્યૂનલ અનુસાર, પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રશીદ અહમદે શુક્રવારે કહ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અંતર્ગત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, શોએબ અખ્તરે અહિંયા સુધી કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ક્રિકેટની હત્યા કરી છે.

ઇસ્લામાબાદમાં રશીદ અહમદે કહ્યું કે, તેઓ ષડયંત્રકર્તાઓનું નામ નહી લે. જોકે તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે કંઇ થઇ રહ્યું છે. તેના પછીથી કેટલીક તાકતો પાકિસ્તાનને બલિનો બકરો બનાવવા માંગે છે. જિયો ટીવીની રિપોર્ટ અનુસાર, કીવી ટીમ દ્વારા પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યાના કેટલાક કલાકો બાદ અહમદે કહ્યું- ન્યૂઝીલેન્ડના અધિકારીઓની પાસે પાકિસ્તાનમાં ખતરાનો કોઇ ઠોસ પુરાવા નથી.

અહમદે કહ્યું કે, મહેમાન ટીમ માટે દેશમાં સુરક્ષાની સારી વ્યવસ્થા કરવા છતા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરવાનો એક તરફી નિર્ણય કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સુરક્ષા એલર્ટનો હવાલો આપતા પાકિસ્તાન પ્રવાસને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

પીસીબીએ કહ્યું- આજે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે અમને જાણકારી આપી છે કે, તેમને કેટલાક સુરક્ષા કારણોસર સતર્ક કરાયા છે જેના કારણે તેમણે સિરીઝ રદ્દ કરવાનો એક તરફી નિર્ણય લીધો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો