Pal Pal Dil Ke Paas screening: Prakash Kaur comes to cheer for Karan
  • Home
  • Photo Gallery
  • 35 વર્ષમાં પહેલી વાર સની દેઓલની પત્નીએ મીડિયા સામે મોઢું બતાવ્યું, ફોટોઝ વાયુવેગે વાયરલ

35 વર્ષમાં પહેલી વાર સની દેઓલની પત્નીએ મીડિયા સામે મોઢું બતાવ્યું, ફોટોઝ વાયુવેગે વાયરલ

 | 2:32 pm IST

સની દેઓલે પ્રેમિકા પૂજા સાથે લંડનમાં 1984મા લગ્ન કર્યાં હતાં. સની તથા પૂજાના લગ્નની તસવીર યુકે બેઝ્ડ મેગેઝીનના કવરપેજ પર છપાઈ હતી. આ ફોટોગ્રાફ સાથે કેપ્શન લખવામાં આવ્યું હતું ‘એક્સક્લૂઝિવ સની વેડ્સ ઈન ઈંગ્લેન્ડ’. સની તથા પૂજાની સાથે હોય તેવી તસવીરો ઘણી જ ઓછી છે. સની તથા પૂજાને બે દીકરાઓ કરન દેઓલ તથા રાજવીર દેઓલ છે. કરન દેઓલને પપ્પાએ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કર્યો છે.

આ ફિલ્મને સની દેઓલે ડિરેક્ટ કરી છે. ગુરુવારે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં દેઓલ પરિવાર જોવા મળ્યો હતો. જોકે, સૌથી નવાઈની વાત એ હતી કે સની દેઓલની પત્ની પૂજા વર્ષો બાદ લાઈમ-લાઈટમાં જોવા મળી હતી. આ ઉપરાંત ધર્મેન્દ્રના પત્ની પ્રકાશ કૌર પણ જોવા મળ્યાં હતાં. 35 વર્ષ પછી સનીની પત્ની આ રીતે મીડિયા સામે જોવા મળી હતી.

પ્રકાશ કૌર તથા પૂજા ક્યારેય પબ્લિક ઈવેન્ટ્સમાં જોવા મળતા નથી. જોકે, આ વખતે કરનની ફિલ્મનું સ્ક્રીનિંગ હોવાથી સાસુ-વહુ હાજર રહ્યાં હતાં. પૂજા દેઓલ બ્લેક ટોપ તથા બ્લૂ જીન્સમાં હતી. પ્રકાશ કૌર પ્રિન્ટેડ સલવાર કમીઝમાં હતાં. તો જુઓ તેમના કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન