હવે તમને ટૂંક સમયમાં જોવા મળશે ઉડતી કાર, અહી બુકિંગ થયું શરૂ

485

હાલમાં થોડા દિવસો પહેલા જ ખબર આવી છે કે, દૂબઈમાં આવનારા દિવસોમાં ડ્રોન ટેક્સી ઉડતી જોવા મળશે. ત્યાર બાદ હવે ખબર પડી છે કે, ડચ કંપનીએ PAL-Vએ Liberty નામની એક ઉડનારી કોર લોન્ચ કરી છે. આ કારની ખાસ વાત તે છે કે, આને રસ્તા પર ચલાવી પણ શકાય છે અને હવામાં ઉડાવી પણ શકાય છે.

Libertyની શરૂઆતી કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 2.68 કરોડ રૂપિયા છે. આ કારની બુકિંગ શરૂ થઈ ગઈ છે અને પહેલી ડિલીવરી 2018ના અંત સુધી પૂરી થવાની આશા રાખવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે PAL-vના સીઈઓનું કહેવું છે કે, અમારી વર્ષોની મહેનતથી ટેક્નિકલ ખામીઓને પાછળ છોડીને ઉડતી કારને બનાવવામાં આવી છે, જે દુનિયાભરના બધા જ સુરક્ષાના ધોરણોમાં ખરી ઉતરે છે.

pal v launch flyibg car liberty

ત્રણ પેડાવાળી Liberty બે લોકોને લઈને ઉડી શકે છે. આ સ્ટાઈલિશ કારને ઉડનાર જાયરોકોપ્ટરમાં બદલવામાં માત્ર 10 મીનિટનો સમય લાગે છે, જેમાં તેની પાંખો ભેગી થઈને એક કાર બની જાય છે. આ કારમાં ફોર સિલિન્ડર એન્જિન છે જે 230 hpનું પાવર આપ છે અને તેની સાથે હવામાં અને રોડ ઉપર 112 mphની સ્પીડ પણ આપે છે.