ઝટપટ નોંધી લો તમે પણ 'પાલક સૂપ' બનાવવાની રીત - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઝટપટ નોંધી લો તમે પણ ‘પાલક સૂપ’ બનાવવાની રીત

ઝટપટ નોંધી લો તમે પણ ‘પાલક સૂપ’ બનાવવાની રીત

 | 5:19 pm IST

સામગ્રી
પાલક પાંચસો ગ્રામ
ટામેટાં ત્રણથી ચાર નંગ
આદું એક ઈંચ
મીઠું સ્વાદ પ્રમાણે
સંચળ અડધી ટીસ્પૂન
લીંબુનો રસ એક ટીસ્પૂન
બટર બે ટીસ્પૂન – ક્રીમ બે ટીસ્પૂન
કોથમીર સમારેલી એક ટીસ્પૂન

બનાવવાની રીત
સૌ પ્રથમ પાલક, ટામેટાં અને આદુના કટકા કરી તેને બાફી લો. ત્યારબાદ તેની પ્યૂરી બનાવી લો. હવે પ્યૂરીમાં પાંચ-છ કપ પાણી નાખી ગળણીથી ગાળી લો. તેને ધીમા તાપે મીઠું, સંચળ અને મરી નાંખી ત્રણ મિનિટ પકવો. સૂપને તાપ પરથી ઉતારી તેમાં બટર અને લીંબુનો રસ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.