palak tiwari in traditional dress photos viral on internet
  • Home
  • Photo Gallery
  • Photos: પલક તિવારીનો ટ્રેડિશનલ લૂક જોઈને ભૂલી જશો બોલ્ડ લૂક

Photos: પલક તિવારીનો ટ્રેડિશનલ લૂક જોઈને ભૂલી જશો બોલ્ડ લૂક

 | 1:00 pm IST
  • Share

પલક તિવારી તેની માતા અને અભિનેત્રી શ્વેતા તિવારીની જેમ અભિનયની દુનિયામાં નામ બનાવવા માંગે છે. તે ફિલ્મોમાં આવતા પહેલા જ ફેમસ થઈ ગઈ છે. પલક થોડા સમય પહેલા મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’માં જોવા મળી હતી. ત્યારપછી તેની બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાઈલ જોઈને બધા તેના દીવાના થઈ ગયા. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ ડ્રેસમાં તેના કેટલાક ફોટો શેર કર્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે.

પલક તિવારી ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જ તેના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ બની ગયા છે. હવે પલકે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પલક તિવારી પિંક સલવાર સૂટમાં જોવા મળી રહી છે. પલક તિવારી ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. અન્ય અભિનેત્રીઓની જેમ તે પણ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે પોતાની ફેશન સેન્સથી યુવાનોને પ્રેરિત કરતી રહે છે. ચાહકો માટે તેમના ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ બની શકે છે. પલક તિવારી સુંદરતા અને પ્રતિભાના મામલામાં તેની માતા શ્વેતા તિવારીથી ઓછી નથી.

લોકોને પલકનો મ્યુઝિક વીડિયો ‘બિજલી બિજલી’ પસંદ આવ્યો છે. સલમાન ખાને પણ તેના અભિનયના વખાણ કર્યા છે. પલકની ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’ આવતા વર્ષે 14 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો