Sosmnath MAhadev Palkhi yatra
  • Home
  • Astrology
  • ગીર સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે નિકળી દાદાની પાલખીયાત્રા, દર્શન કરવા છે ?

ગીર સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે નિકળી દાદાની પાલખીયાત્રા, દર્શન કરવા છે ?

 | 1:39 pm IST

ગીરસોમનાથમાં સોમનાથ મહાદેવ દાદા નગરચર્યાએ નિકળે છે. શ્રાવણના પહેલાં સોમવારે આખા શહેરમાં દાદાની સવારી ફરે છે. દાદા નગરચર્યાએ નિકળીને નગરજનોને દર્શન આપે છે.

આ પાલખીયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા. લોકોએ હોંશે હોંશે દાદાની પાલખી ખેચી નગરભરમાં પગપાળા પ્રદક્ષિણા કરી હતી. જ્યારે ગુજરાતના શિવમંદિરોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના નાદથી શિવમંદિરો ગુંજી ઉઠ્યા હતા.

સોમનાથ મહાદેવમાં શ્રાવણના પ્રથમ સોમવારે હકડેઠઠ જનમેદની જોવા મળી હતી. સોમનાથ મહાદેવને દરરોજ અલગ અલગ એમ કુલ 29 શણગાર કરવામાં આવશે. જ્યારે સોમનાથ મહાદેવની સાથે સાથે મહામાયાદારી, મહાકાલેશ્વર, ત્ર્યંબકેશ્વરની પૂજા ફળદાયી નિવડે છે.