Palmistry Know your future by looking at your hands
  • Home
  • Astrology
  • હથેળીના આકાર પરથી જાણો વ્યક્તિનો સ્વભાવ ભવિષ્યનું રહસ્ય

હથેળીના આકાર પરથી જાણો વ્યક્તિનો સ્વભાવ ભવિષ્યનું રહસ્ય

 | 4:22 pm IST

હથેળીની રેખાઓમાં માણસની આંતરિક સ્થિતિ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓના રહસ્ય છુપાયેલા હોય છે. હસ્તરેખાઓ અને તેના પરના ચિન્હોનું અધ્યયન કરવાથી અનેક બાબતો વિશે જાણી શકાય છે. જો કે ભવિષ્ય કે માણસના વ્યક્તિત્વ વિશે ફળકથન માત્ર તેની હસ્તરેખાઓ કે તેના પરના ચિન્હ પરથી જ નહીં પરંતુ તેના હાથ પરથી પણ કરી શકાય છે.

સામુદ્રિકશાસ્ત્રમાં વ્યકિતના હાથ વિશે પણ ફળકથન કરવામાં આવ્યું છે. જેમકે સ્ત્રી હોય કે પુરુષ જેનો હાથ કોમળ હોય છે તેઓ થોડી મહેનત પણ કરે તો તેનાથી વ્યાકુળ થઈ જાય છે. આવા લોકોને આરામ કરવામાં જ આનંદ આવે છે જો કે તેઓ ધનવાન પણ હોય છે. જ્યારે રૂક્ષ હાથ ધરાવતાં વ્યક્તિ મહેનતું અને સાહસી હોય છે. તો જાણો હાથના આવા જ પ્રકારના આધારે તેનું ફળકથન.

શાસ્ત્રનુસાર ચોરસ હાથ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જેઓના હાથ આ પ્રકારના હોય છે તેઓ દયાળુ, વીર અને ગંભીર હોય છે. મહેનત કરતા ડરતા નથી. લાંબો, મજબૂત અને વચ્ચેથી ઝુકેલો હાથ જેની આંગળીઓ જોડાયેલી હોય તેમજ નખ લાંબા હોય તેને દાર્શનિક હાથ કહેવામાં આવે છે. આવા લોકોની વિવેકશક્તિ સાધારણ હોય છે. તેઓ પોતાની રચનાત્મકતાથી લોકોને પ્રભાવિત કરતાં હોય છે.

બેડોળ હાથ એટલે કે જરૂરિયાત કરતાં વધુ મોટો કે નાનો હોય છે. નિકૃષ્ટ હાથવાળી વ્યક્તિ ભોગી અને સ્વાર્થી હોય છે. પાતળી અને લાંબી આંગળીઓવાળો હાથ જેનો હોય તે આદર્શવાદી હોય છે. આવા લોકો સ્વપ્નમાં રાચનારા હોય છે. મોટાભાગે આવા લોકો કલા સાથે સંકળાયેલા હોય છે.

જેનો હાથ લાંબો અને આંગળીઓનો ઉપરનો ભાગ પાતળો અને નીચલો ભાગ જાડો હોય તો તે કલાકાર હોય છે પરંતુ આવા લોકો બીજાની વાતોમાં ઝડપથી આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન