Astrology: palmistry these 10 auspicious sign have in palm
  • Home
  • Astrology
  • તમારા જીવનમાં ‘ધનયોગ’ છે કે નહીં ? જાણી લો આ સરળ રીતથી

તમારા જીવનમાં ‘ધનયોગ’ છે કે નહીં ? જાણી લો આ સરળ રીતથી

 | 10:36 am IST

જો તમારા જીવનમાં ધનયોગ છે તો તે તમને મળશે. પણ તેનો યોગ્ય સમય અને સંયોગ બનતો હોવો જરૂરી છે. તે પ્રમાણે તમારા હાથની રેખાઓ પર પણ તે યોગના સૂચક સંકેતો હોય છે. જો આ સંકેતો વિશે તમે જાણી લેશો તો તમારા ભાગ્યમાં ક્યારે ઘનલાભ થશે તે જાણી શકશો. હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળીમાં એવા કેટલાક ચિન્હો હોય છે જેને શુભ અને રાજયોગના સૂચક માનવામાં આવે છે. જેમકે શનિ પર્વત પર ત્રિશૂલનું નિશાન.

તેવી જ રીતે હથેળીમાં ભાગ્ય રેખા અને ચંદ્ર પર્વતથી નીકળી રેખા જોડાયેલી હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારી બને છે. તેવી જ રીતે હથેળીમાં હળ અથવા તલવારની નિશાની પણ શુભ માનવામાં આવે છે. આવા જાતકને પણ રાજયોગ સમાન ફળ મળે છે. આવા ચિન્હ જેમની હથેળીમાં હોય તેમને ધનની ક્યારેય કમી રહેતી નથી.

વ્યક્તિના ભાગ્યમાં ધનયોગ છે નહીં તેની ભવિષ્યવાણી મોટા ભાગે લોકો કુંડળી પરથી જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે કેટલું આર્થિક સુખ ભોગવશો તે વાત હસ્તરેખા પરથી પણ જાણી શકાય છે. જો તમારી હથેળીમાં આ યોગ બની રહ્યો હોય તો નક્કી તમે ધનવાન બનશો જ.

જેની હથેળીમાં મંગળ પર્વત ઊંચો હોય અને સાથે જ મસ્તિષ્ક રેખા તેના છેડાથી બે ભાગમાં ફંટાતી હોય અને જેની કનિષ્કા આંગળી અન્ય કરતાં લાંબી હોય તો તેને રાજયોગના સંકેત માનવામાં આવે છે. આવી વ્યક્તિ સુખ-સમૃદ્ધિ અવશ્ય ભોગવે છે. તે સિવાય હથેળીમાં અનામિકા આંગળી પાસેની રેખા જો મસ્તિષ્ક રેખાને મળતી હોય અને મસ્તિષ્ક રેખા નમી અને ગુરુ પર્વત પર આવતી હોય તો તે વ્યક્તિ પણ રાજા જેવું સુખ મેળવે છે.

હથેળીમાં ગુરુ અને સૂર્ય પર્વત ઊંચો હોય અને સાથે જ ભાગ્ય રેખા બુધ રેખા સ્પષ્ટ અને સીધી હોય તો તે પણ રાજયોગનો સંકેત છે. હથેળીમાં માછલીનું નિશાન પણ શુભ માનવામાં આવે છે. તદ્ઉપરાંત છત્રી, મંદિર જેવા નિશાન પણ ધનલાભના સંકેત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન