સોનું ખરીદતા પહેલાં ચેતી જજો, સરકાર બનાવી રહી છે જોરદાર પ્લાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સોનું ખરીદતા પહેલાં ચેતી જજો, સરકાર બનાવી રહી છે જોરદાર પ્લાન

સોનું ખરીદતા પહેલાં ચેતી જજો, સરકાર બનાવી રહી છે જોરદાર પ્લાન

 | 2:36 pm IST
  • Share

ફાઇનાન્સિયલ રેગ્યુલેટર્સના પેનલે એક પ્રસ્તાવ મૂકયો છે કે સોનાની ખરીદ માટે પાન કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવે. હાલ 2 લાખથી વધુની સોનાની ખરીદી પર જ પાન કાર્ડની જરૂર હોય છે. પેનલનો એ પણ પ્રસ્તાવ છે કે ટેક્સ ચોરીને રોકવા માટે ડેલી કેશ લિમિટને પણ મંજૂરી આપી દેવામાં આવી. ચોરી છુપી થનાર ગોલ્ડ બિઝનેસને સામે લાવવા માટે કમિટીનો પ્રસ્તાવ છે કે દરેક ટ્રાન્ઝેકશનને ઇલેક્ટ્રોનિક રજીસ્ટ્રી દ્વારા રજીસ્ટર કરવામાં આવે.

હાઉસહોલ્ડ ફાઇનાન્સિયલ પેનલના રિપોર્ટ મુજબ કમિટીનું માનવું છે કે ગોલ્ડ માર્કેટમાં ટેક્સ ચોરીની આકરણીની હાલની વિધિઓ પૂરતી નથી. તેના માટે એક સશકત ડેટાની જરૂર છે, જેથી કરીને ટેક્સ ચોરીને પકડી શકાય. કમિટીનું એમ પણ માનવું છે કે ટેક્સથી બચનારની વિરૂદ્ધ પણ કડક નિયમ હોવો જોઇએ.

ગયા વર્ષે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની મીટિંગ બાદ કાઉન્સિલની તમામ કમિટીની ભલામણ પર ભારતમાં હાઉસહોલ્ડ ફાઇનાન્સના દરેક તબક્કાઓનો અભ્યાસ કરવા માટે આ પેનલની રચના કરાઇ હતી. આ પેનલની અધ્યક્ષતા લંડનના ઇમ્પીરિયલ કૉલેજમાં ફાઇનાન્સિયલ ઇકૉનોમિક્સના પ્રોફેસર તરૂણ રામાદુરાઇએ એ કરી. આ સિવાય આ પેનલમાં વિભિન્ન ફાઇનાન્સિયલ સેકટરના રેગ્યુલેટર્સ જેમકે – આરબીઆઈ, સેબી. આઇઆરડીએઆઇ, અને પીએફઆરડીએના પ્રતિનિધિ પણ હાજર હતા.

કમિટીનું કહેવું છે કે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં લોકો ઘરમાં વધુ સોનું રાખે છે. તેનું સૌથી મોટું કારણ ટેક્સથી બચવાનું છે જ્યારે આ ગોલ્ડને બેન્કમાં કે બીજી જગ્યાઓ પર રાખીને રિટર્ન મેળવી શકે છે. આ પ્રકારના ચલણ પ્રચલનને રોકવાનો પણ પ્રયાસ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન