પનામા લીક : નવાઝને વિદેશમાં મિલકતો અંગે સુપ્રીમની નોટિસ - Sandesh
  • Home
  • World
  • પનામા લીક : નવાઝને વિદેશમાં મિલકતો અંગે સુપ્રીમની નોટિસ

પનામા લીક : નવાઝને વિદેશમાં મિલકતો અંગે સુપ્રીમની નોટિસ

 | 3:48 am IST

ઇસ્લામાબાદ :

પાકિસ્તાનનાં રાજકારણમાં હાલમાં ભૂકંપ આવેલો છે. પાક. કબજા હેઠળનાં કાશ્મીરમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી શરીફ સરકાર દબાણમાં છે. નવાઝ શરીફ વ્યક્તિગત રીતે પણ દબાણમાં છે. પાક. મીડિયાએ જણાવ્યા મુજબ પનામા લીક કેસમાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નવાઝ શરીફને ગેરકાયદે મિલકતોના મુદ્દે સ્પષ્ટતા કરવા નોટિસ પાઠવી છે.

નવાઝ શરીફ ઉપરાંત પુત્રી મરિયમ નવાઝ, પુત્ર હસન નવાઝ, નિવૃત્ત કેપ્ટન સફદાર, નાણાપ્રધાન ઇશત્યાગદાર, કેન્દ્રીય તપાસ એજન્સીના ડીજી, ફેડરલ રેવન્યૂ બોર્ડના ચેરમેન અને એટર્ની જનરલને પણ નોટિસ પાઠવવામાં આવી છે. નવાઝ શરીફને પદ માટે અયોગ્ય ઠેરવવાની માગણી સાથે થયેલી અરજીની સુનાવણી ત્રણ ન્યાયર્મૂતની બેન્ચ કરી રહી છે. તહરીક-એ ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને જણાવ્યું હતું કે કાયદો એક દિવસ નવાઝ શરીફને કાયદો સમજાવશે. ઘણાં વર્ષથી પક્ષને ન્યાયની પ્રતીક્ષા છે.

આ પહેલાં પાકિસ્તાન ચૂંટણીપંચે ઓગસ્ટમાં શરીફને નોટિસ પાઠવીને ૨૦ દિવસમાં જવાબ માગ્યો હતો. પનામા લીક કેસ સામે આવતાં પીપીપી, તહરીક-એ-ઇન્સાફ સહિતના રાજકીય પક્ષોએ શરીફને પદ માટે અયોગ્ય જાહેર કરવાની માગણી સાથે અદાલતમાં અરજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન