NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • પેનાસોનિકે 3GB રેમ અને 4000mAhની બેટરી સાથે લોન્ચ કર્યાં બે સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

પેનાસોનિકે 3GB રેમ અને 4000mAhની બેટરી સાથે લોન્ચ કર્યાં બે સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

 | 7:48 pm IST

પેનાસોનિકે ભારતમાં એક સાથે બે સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. જેમાં પેનાસોનિકે Eluga Rayની કિંમત 7999 રૂપિયા રાખી છે, જ્યારે P85ની કિંમત 6499 રૂપિયા રાખવામાં આવી છે. બંને સ્માર્ટફોન 15 મેથી ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. 4G ઈનેબલ પેનાસોનિક એલુગામાં કંપનીએ પોતાનો પહેલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટેન્ટ આપ્યું છે. આ સ્માર્ટફોન કોલ અને મેસેજ જેવા દિવસભરની ટાસ્ક પર નજર રાખે છે.

સ્પેશિફિકેશનની વાત કરીએ તો Eluga Ray સ્માર્ટફોનમાં 5 ઈંચની એચડી ડિસ્પલે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. ફોનની ઈન્ટરનલ સ્ટોરેજ 16 જીબી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 64GB સુધી વધારી શકાય છે.

ફોનમાં 4000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે અને આ એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો પર કામ કરે છે. ફોનમાં 13 એમપીનો રિયર અને 5 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન સ્પેસ ગ્રે, ગોલ્ડ અને રોજ ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.

પેનાસોનિક P85 સ્માર્ટફોનની વાત કરીએ તો આ એક એન્ટ્રી લેવલ ફોન છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનાં 5 ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે. 1 ગીગાહર્ટજના ક્વોડ-કોર પ્રોસેસરવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ માર્શમેલો 6.0 પર કામ કરે છે.

આમાં 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 એમપીનો રિયર અને 2 એમપીનો ફ્રન્ટ કમેરો આપવામાં આવ્યો છે. ફોનના સ્ટોરેજને 64 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. સ્માર્ટફોન 4G VoLTE સાથે આવે છે.