panchak start, know about that Start and End Timings
  • Home
  • Astrology
  • સાવધાન પંચક દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો…

સાવધાન પંચક દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો…

 | 12:10 pm IST

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અશુભ સમય શરૂ થાય પછી શુભ કાર્ય કરવા જોઈએ નહીં જો શુભ કામ કરવામાં આવે તો તેમાં વિધ્ન આવે અથવા તે કાર્ય અધુરૂ રહી જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પાંચ નક્ષત્રોથી એક યોગ રચાય છે ત્યારે તેને પંચક બેઠું એવુ કહેવામાં આવે છે. જો કે પંચક ક્યારે બેસે છે તેના પરથી તેની અસર જાણી શકાય છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણા જીવન પર ખુબજ મોટો પ્રભાવ પાડે છે. તેમાં પંચક કાળ ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ દિવસ ચાલતા પંચક કાળમાં શુભ કામ કરવા જોઈએ નહીં.

આ પણ વાંચો: 14 તારીખથી શરૂ થશે પિતૃપક્ષનો પ્રારંભ, આ 5 દિવસ રહેશે ખુબજ મહત્વપૂર્ણ

ક્યાં સુધી ચાલશે પંચક
આ વખતે પંચક બુધવાર રાત્રીથી 17 સપ્ટેમ્બર મંગળવાર સવાર સુધી રહેશે. વૈદિક જ્યોતિષ અનુસાર પાંચ નક્ષત્રોના વિશેષ યોગથી પંચક થાય છે. ચંદ્રમા એક રાશિમાં અઢી દિવસ રહે છે. આ રીતે જોઈએ તો બે રાશિઓમાં ચંદ્રમાં પાંચ દિવસ સુધી રહેશે. આ પાંચ દિવસ દરમિયાન ચંદ્રમાં જ્યારે પાંચ નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતીમાં રહેશે તેને પંચક કહેવાશે. કુલ 27 નક્ષત્ર હોય છે. આમાં પાંચને દૂષિત માનવામાં આવે છે.

પંચકના દિવસ અને પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવસના હિસાબે તમામ પંચકનો પ્રભાવ અલગ અલગ હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે પંચકની શરૂઆત ક્યા દિવસે થાય છે. જો પંચકની શરૂઆત રવિવારે થાય તો રોગ પંચક કહેવાય છે, શનિવારે શરૂ થતાં પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. સોમવારે શરૂ થતુ પંચક રાજપંચક છે. મંગળવારે અગ્નિ પંચક, બુધ અને ગુરૂવારે અશુભ પંચક જ્યારે શુક્રવારે ચોર પંચક કહેવામાં આવે છે.

આ દરમિયાન ન કરો આ કામ
એવુ માનવામાં આવે છે કે પંચક દરમિયાન ક્યારેય દક્ષિણ દિશાની યાત્રા કરવી જોઈએ નહી. આને યમની દિશા કહેવામાં આવે છે. આથી આ દિશામાં યાત્રા કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે. પંચક દરમિયાન નવા સ્થાને પલંગ બનાવવો, પલંગની ખરીદી અશુભ માનવામાં આવે છે.

આ Video જુઓ: દર્શન કરો શીરડીના પંચમુખી વિષ્ણુ ગણેશ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન