Panchgrahi yoga formed two years later on Uttarayan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઉત્તરાયણ પર બે વર્ષ પછી રચાયો પંચગ્રહી યોગ, આ જાતકોને સાડા સાતીમાંથી મળશે રાહત

ઉત્તરાયણ પર બે વર્ષ પછી રચાયો પંચગ્રહી યોગ, આ જાતકોને સાડા સાતીમાંથી મળશે રાહત

 | 10:24 am IST
  • Share

14 જાન્યુઆરી ગુરુવારના દિવસે સૂર્ય સવારે 8 વાગ્યે 17 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. જેથી આ વખતે સૂર્ય સંક્રાંતિ ગુરુવારે છે.મકરસંક્રાતિમાં સૂર્ય ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, તે સમયે આ વર્ષે સૂર્યનું વાહન સિંહ રહેશે. આ ગ્રહયોગ પરાક્રમ સમૃદ્ધિ અને રક્ષણ સૂચવે છે.

મહત્વની વાત એ છે કે મકરસંક્રાતિના દિવસે સૂર્ય ઉપરાંત ચંદ્ર, બુધ, શનિ અને ગુરુ પણ મકર રાશિમાં પરિભ્રમણ કરશે. બે વર્ષ પછી રચાનારો આ યોગ શુભ માનવામાં આવે છે. આ ગ્રહ યોગની રચનાથી સાડાસાતીની પનોતી ધરાવતી ધન, મકર અને કુંભ રાશિને વિશેષ રાહત મળી શકે છે.

સંક્રાતિનો પૂણ્ય કાળ
સંક્રાતિનો પૂણ્ય કાળ સવારે 7.24 શરૂ થઇને સાંજે 6.13 મિનિટ સુધી રહેશે. સવારે 8.30થી 108 મિનિટ મહાપૂણ્ય કાળ, અક્ષયફળની પ્રાપ્તિનો યોગ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ ગણાશે. તેમાં પણ વિશેષ મહાપુણ્ય કાળ 108 મિનિટનો રહેશે. જે સવારે 8.30 મિનિટે શરૂ થઇને 10.18 મિનિટ સુધી રહશે. આ સમય કરેલા દાન અને પુણ્યથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પુણ્યકાળમાં સ્નાન અને જાપથી વર્ષ દરમિયાન કરેલા પાપ અને ઋણમાંથી મુક્તિ મળે છે.

સંક્રાતિનું ફળ કથન
મેદિની જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના રાશિ પ્રવેશ સમયે બનતી સંક્રાંતિ કુંડળીથી આગામી 30 દિવસ સુધીના રાજકીય, સામાજિક અને આર્થિક વાતાવરણ માટે ફળ કથન કરવામાં આવે છે. સૂર્ય વર્ષમાં 12 રાશિઓમાં ભ્રમણ કરે છે, પરંતુ મકર, મેષ, કર્ક અને તુલા રાશિમાં સૂર્યના પ્રવેશની કુંડળી સૌથી મહત્વપૂર્ણ છે.

આ વર્ષે ગુરુવારે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે 5 ગ્રહોનો વિશેષ યોગ બની જશે. 5 ગ્રહોના યુતીની અસર સકારાત્મક રહેશે. જેનાથી મોંઘવારીમાં ઘટાડો આવે તેવી શક્યતા છે.

મકર રાશિ જળ તત્વ પ્રધાન છે જેમાં પાંચ ગ્રહોનો યોગ મકર સંક્રાંતિના દિવસે બનતા શિયાળો લાંબા સમય સુધી ચાલવાનું અને વચ્ચે વચ્ચે વરસાદના પડવાના યોગ પણ બની રહ્યા છે. મકર રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર સંક્રાંતિ પછી સારો વરસાદ આપશે, જેનાથી ખરીફ પાકનું ઉત્પાદન વધશે.

મકર રાશિમાં સૂર્ય, શનિ, બુધ, શુક્ર અને ગુરુની યુતિ મોટા રાજકીય અને સામાજિક ફેરફારોના જ્યોતિષીય સંકેતો આપી રહી છે. ભૂમિ પુત્ર મંગળનું મેષ રાશિમાં સ્થિત રહીને તમામ ગ્રહોના કેન્દ્રમાં રહેવાથી ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપનો યોગ બની રહ્યો છે.

આ વીડિયો જુઓ: જાણો કુબેરભંડારીને પ્રસન્ન કરવા કયા મંત્રનો કરવો જાપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન