Panchkula Court Ahead Of The Verdict Against Ram Rahim
  • Home
  • Featured
  • દુષ્કર્મ કેસની સજા કાપી રહેલા ગુરમીત રામ રહિમ પત્રકાર હત્યાકાંડમાં પણ દોષિત

દુષ્કર્મ કેસની સજા કાપી રહેલા ગુરમીત રામ રહિમ પત્રકાર હત્યાકાંડમાં પણ દોષિત

 | 3:25 pm IST

પત્રકાર રામચંન્દ્ર છત્રપતિની 2002માં થયેલી હત્યાના કેસમાં પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિમને દોષિત ઠેરવ્યા છે. ગુરમીત રામ રહિમની હત્યાનો મુખ્ય આરોપી હતો. હત્યા કેસમાં સજાની સુનાવણી 17મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

2003માં થયેલા આ હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને 2006માં રામ રહિમને ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદનો બાદ ડેરા પ્રમુખનું નામ શામેલ કરવામાં આવ્યું હતું.

હરિયાણાના પંચકુલામાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટની ચારેકોર સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. દુષ્કર્મ કેસમાં ગઈ વખતે ગુરમીત રામ રહિમને સજા સંભળાવતી વખતે ભારે હિંસા થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને આ વખતે આ સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. રામ રહિમને વીડિયો કોન્ફરેંસિંગ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મીડિયાને પણ કોર્ટની બહાર જ રાખવામાં આવ્યું હતું. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

પંચકુલામાં સીબીઆઈની સ્પેશિયક કોર્ટની સુરક્ષા વ્યવસ્થા મામલે ડીસીપી કમલદીપ ગોયલે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટ પરિસરમાં 500થી વધારેની સંખ્યામાં પોલીસકર્મીઓ ફરજ પર છે. અહીં બેરિકેડિંગ પણ કરી દેવામાં આવી છે.

વિડીયો કોન્ફરેંસિંગ દ્વારા થશે સુનાવણી

રામ રહિમ સાથે સંકળાયેલા નિર્ણયના કારણે હરિયાણા અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પંચકૂલની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં આરોપી ગુરમીત રામ રહિમને વીડિયો કોન્ફરેંસિંગ દ્વારા રજુ કરવામાં આવ્યા હતાં, જ્યારે અન્ય આરોપી પ્રત્યક્ષ રૂપે કોર્ટમાં હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગુરમીત રામ રહીમ હાલ સુનારિયા જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન