Panchmahal Darol Village matli Garba At Dashehra Festival
  • Home
  • Gujarat
  • ગુજરાતના આ ખૂણે નવરાત્રિ બાદ યોજાય છે ખાસ ગરબા, જેમા ઉભરાય છે વિદેશીઓ

ગુજરાતના આ ખૂણે નવરાત્રિ બાદ યોજાય છે ખાસ ગરબા, જેમા ઉભરાય છે વિદેશીઓ

 | 5:26 pm IST

સમગ્ર રાજ્યમાં નવ દિવસ બાદ શક્તિ આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી પૂર્ણ થતા જ મોટાભાગે સમગ્ર રાજ્યમાં ગરબા બંધ થઇ જતા હોય છે. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામના પારંપરિક માટલી ગરબા દશેરાના દિવસે યોજાય છે. દારોલના માટલી ગરબા એટલા પ્રખ્યાત છે કે આ વખતે તો વિદેશીઓ પણ ડેરોલ ગામમાં માથે માટલી ગરબો લઇ ગરબે ગુમ્યા હતાં.

પંચમહાલના ડેરોલ ગામના માટલી ગરબા વર્ષોથી પારંપરિક રીતે યોજાય છે, ઘણા વર્ષોથી યોજાતા આ ગરબાની વિશેષતા એ છે કે તે દશેરાની રાત્રીએ યોજવામાં આવે છે. ગામમાં આવેલ દુર્ગા માતાજીના મંદિરે માનતા માની પોતાની માનતા પુરી થતા શ્રદ્ધાળુઓ 11થી લઈ 101 જેટલા ગરબા માતાજીના સ્થાનકે ચડાવતા હોય છે.

આ ગરબાની વિશેષતા એ પણ છે કે સ્થાનિકો ગરબો મુકતા પહેલા માનતા રાખનાર પોતે સ્વજનો સાથે માથે માટલી ગરબો મૂકી ગરબે ઘૂમે છે. જ્યાં મહિલાઓ અને પુરુષો પરંપરા મુજબ માથે માટલી મુકીને ગરબે ઘૂમે છે. અહીં ગરબાની સાથે-સાથે આદ્યશક્તિ માં અંબામાં રહેલી ભક્તોની આસ્થાના દર્શન થાય છે. શણગારેલી માટલી માથે મૂકી સ્ત્રીઓ ગરબે ઘૂમી માં અંબાની આરાધના કરે છે. ત્યારે તેઓને ગૌરવ તો એ છે કે તેઓએ આજે પણ ભારતીય સંસ્કૃતિ જાળવી રાખી છે.

અહીં આજુબાજુના ઘણા ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરે મુકેલ માતાજીનો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે માથે મૂકી ગરબે ઘૂમે છે. જે માઈ ભક્ત પોતે કોઈ માનતા માંગતા હોઈ તે અને જેની માનતા પૂર્ણ થઇ હોય તે પણ માથે ગરબો (માટલી) મૂકી ગરબે ઘૂમે છે. આ વખતે તો ડેરોલના પ્રખ્યાત દશેરાના માટલી ગરબા એ તો વિદેશીઓને પણ આકર્ષિત કર્યા છે. મલાવ યોગ યુનિવર્સીટીની મુલકાતે આવેલા વિદેશીઓના એક ગ્રુપે ડેરોલ ગામે દશેરા નિમિતે માટલી ગરબો માથે લઇ ગરબે ગુમ્યા હતા.

આ વીડિયો પણ જુઓ : મુુંબઈના વાશી સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન