Panipuri Served By Automatic Machine, Video Viral Of A Panipuriwala
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના મહામારીમાં ગ્રાહકો માટે ‘ઑટોમેટિક પાણીપુરી’, પકોડીવાળાએ શોધી લીધો જુગાડ

કોરોના મહામારીમાં ગ્રાહકો માટે ‘ઑટોમેટિક પાણીપુરી’, પકોડીવાળાએ શોધી લીધો જુગાડ

 | 6:12 pm IST

કોરોના વાયરસના કારણે લોકો સ્ટ્રીટ ફૂડથી દૂર થઈ ગયા હતા. જોકે નવા નિયમો સાથે બજાર ફરીથી ચાલું થયા છે અને પાણીપુરીથી લઇને ચાટવાળા પણ ફરીથી જોવા મળી રહ્યા છે. જોકે બધું પહેલા જેટલું સેફ નથી હવે. આ કારણે સુરક્ષા સાથે સામાન વેચવો જરૂરી છે. આવામાં છત્તીસગઢના એક પાણીપુરીવાળાએ ગજબ અંદાજમાં પાણીપુરી વેચવાનું શરૂ કર્યું છે. આ કારણે તે સોશિયલ મીડિયા પર પણ છવાયો છે.

પાણીપુરીવાળાનો ગજબનો જુગાડ

ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિએ ઑટોમેટિક પાણીપુરી મશીનનો ઉપયોગ કરીને ઘણા લોકોને ચોંકાવ્યા છે. આ વિડીયો આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં જણાવ્યું કે, ‘તેલીબંધા રાયપુરનો ઑટોમેટિક પાણીપુરીવાળો. ગજબનો જુગાડ.’ વિડીયોમાં જોવા મળે છે કે પાણીપુરીવાળો ગ્રાહકને પાણીપુરીથી ભરેલી પ્લેટ આપે છે અને તેને કહે છે કે, તમે આ મશીન દ્વારા પાણીપુરીમાં તમારી પસંદનું પાણી ભરી લો. ગ્રાહકને આ મશીન ઘણું જ પસંદ આવ્યું અને સોશિયલ મીડિયા પર લોકો પણ તારીફ કરી રહ્યા છે, કેમકે જે ફ્લેવરનું તમારે પાણી જોઇએ તેને લેવા માટે ફક્ત તમારે તેની નીચે પાણીપુરીને લઇ જવાની હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન