Panjrapol BRTS Bus accident driver arrested by police do investigation
  • Home
  • Ahmedabad
  • BRTS અકસ્માત: બે સગા ભાઈઓના મોતનો જવાબદાર બસ ડ્રાઈવર પોલીસના સકંજામાં, થઈ ધરપકડ

BRTS અકસ્માત: બે સગા ભાઈઓના મોતનો જવાબદાર બસ ડ્રાઈવર પોલીસના સકંજામાં, થઈ ધરપકડ

 | 11:05 am IST

ગઈકાલે અમદાવાદના પાંજરાપોળ ખાતે BRTS બસ અકસ્માતમાં બે સગા ભાઇઓના કરૂણ મોત નિપજ્યા હતા. એક જ પરિવારનાં બે દિકરાઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા અક્સમાત થયાના ઘણા સમય સુધી પણ કોઈ એક્શન ન લેવાયું હતું.

પરંતુ મીડિયા અને અન્ય રાજકીય પક્ષ દ્વારા દુર્ઘટનાને પ્રકાશમાં લાવતા તંત્રમાં દોડધામ મચી હતી. શહેરના મેયરે યોગ્ય તપાસ અને આવશ્યક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારે હવે એવી માહિતી મળી છે કે અકસ્માતના આરોપી BRTS બસ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. BRTS બસ ચાલકનું નામ ચિરાગ પ્રજાપતિ બતાવવામાં આવી રહ્યું છે.



પ્રાપ્ત માહિતી મુજબ ઘરપકડ બાદ ડ્રાઈવર ચિરાગે પોતાની બેદરકારીથી અકસ્માત થયા હોવાનું કબૂલ્યું છે. સિગ્નલ બંધ થવામાં ફક્ત 2 સેકેન્ડ બાકી હતી પરંતુ પુર ઝડપે બસ ચલાવતો હોવાથી ડાબી બાજુથી આવતા બાઈક ચાલક રહેલ બે ભાઈઓ સાથે અકસ્માત સર્જાતા મોત થયા હોવાનું ડ્રાઇવરે કબૂલ્યું છે. ડ્રાઇવર વિરુદ્ધ આઈપીસી 279, 304A, 337, 338, 427, MV(મોટર વ્હીકલ) એકટ 177, 184, 134B મુજબ ગુનો નોંધ્યો છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન