Pankaja Says, Distressed At Allegations Against Me Will Speak On December 12
  • Home
  • Featured
  • આરોપોથી દુ:ખી પંકજા મુંડેના એક જ નિવેદને ભાજપના શ્વાસ અદ્ધર, અટકળોએ પકડ્યો વેગ

આરોપોથી દુ:ખી પંકજા મુંડેના એક જ નિવેદને ભાજપના શ્વાસ અદ્ધર, અટકળોએ પકડ્યો વેગ

 | 8:56 pm IST

પોતાની નારાજગી અને પાર્ટી છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેનું આગામી પગલુ શું હશે તેને લઈને ભારોભાર સસ્પેન્સ છે ત્યારે જ તેમણે સસ્પેન્સ વધારતુ નિવેદન કરીને ભાજપના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે.

પંકજા મુંડેએ અચાનક જ ફેસબુક પર પોતાની નારાજગીના સંકેત આપ્યા બાદ ટ્વિટર પર બાયોથી ‘ભાજપ’ શબ્દ હટાવી દેતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. તેઓ પાર્ટીને અલવિદા કરી શિવસેનાના વાઘની સવારી કરે તેવું માનવામાં આવે છે.

એક તરફ પંકજા મુંડે દેવેન્દ્ર ફડણવીસથી ભારોભાર નારાજ હોવાની અટકળો વચ્ચે આજે તેમને દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને શ્રદ્ધાંજલિ આપતા ફેસબુક પર કમળનું નિશાન પોસ્ટ કર્યું હતું. હવે માનવામાં આવે છે કે કદાચ પાર્ટી સાથે તેમની નારાજગી દૂર થઈ ગઈ છે. જોકે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું છે કે, 12 મી ડિસેમ્બરે તેઓ પોતાના મનની વાત રજુ કરશે.

આરોપોથી આહત છું, 12મીએ જ બોલીશ

ભાજપના કદ્દાવર નેતા રહેલા ગોપીનાથ મુંડેની દિકરી પંકજા મુંડેએ મંગળવારે કહ્યું હતું કે, તે ભાજપની એક ઈમાનદાર કાર્યકર્તા રહ્યા છે અને તે પોતાના પર લાગેલા આરોપોથી ભારે દુ:ખી છે. તેમણે કહ્યું હતું કે, હું પાર્ટીની ઈમાનદાર કાર્યકર્તા રહી છું, મેં પાર્ટી માટે કામ કર્યું છે.  હું મારા પર લાગેલા આરોપોથી દુ:ખી છું. હવે હું 12મી ડિસેમ્બરે જ બોલીશ, હાલ હું કઈં જ કહેવા નથી માંગતી. જોકે પંકજા મુંડેએ ભાજપ છોડીને જવા પર કંઈ જ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

ભાજપ પ્રવક્તાએ આપી પંકજા મુંડે પર સ્પષ્ટતા

પંકજાએ લખ્યું કે, ‘તેણે ચૂંટણીમાં મળેલી હાર સ્વીકારી લીધી છે અને તે આગળ વધી ગઈ છે. હું પાર્ટીની બેઠકોમાં પણ સામેલ થઈ હતી.’ આ પોસ્ટને ધ્યાને લઇને મહારાષ્ટ્ર ભાજપ પ્રવક્તા શિરીષ બોરલકરે કહ્યું કે, ‘મે પંકજા મુંડેની ફેસબૂક પોસ્ટ વાંચી છે. આ પોસ્ટમાં ક્યાંય નથી લખ્યું કે પંકજા ભાજપથી નાખુશ છે. તેમણે ભાજપની કોર સમિતિની બેઠકમાં ભાગ લીધો. તેઓ ગોપીનાથ મુંડેની દીકરી છે, જેમણે રાજ્યમાં ભાજપનાં નિર્મામણમાં મોટું યોગદાન આપ્યું હતુ.”

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ પોતાના જૂના સહયોગી ભાજપનો હાથ છોડીને પોતાના વરોધી રહી ચુકેલા રાકાંપા અને કૉંગ્રેસની સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન