પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામાં આવે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામાં આવે છે

પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામાં આવે છે

 | 12:07 am IST

રત્ન-વિજ્ઞાન

જ્યોતિષ શાસ્ત્રમાં રસ ધરાવતા જાતક પોતાની રાશિ પ્રમાણે રત્ન ધારણ કરવાનું પસંદ કરે છે. તેઓ માને છે કે રત્ન ધારણ કરવાથી તેમના રાશિના દોષ દૂર થાય છે. રત્નશાસ્ત્ર અનુસાર પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામાં આવે છે, અને બુધ ગ્રહ વાણી, વ્યાપાર,  યુવા વગેરે કારણ માનવામાં આવે છે.

બુધ ગ્રહની બે રાશિઓ હોય છે, મિથુન અને કન્યા. પન્ના રત્ન દેખાવમાં ચમકદાર હોય છે.

પ્રાચીન માન્યતા

પહેલાના સમયમાં પન્ના રત્ન માટે માન્યતા હતી કે શુદ્ધ પન્ના  હોય તે સૂર્યના પ્રકાશમાં પોતાની આભા પ્રસ્તુત કરે છે. તેના કારણે ખ્યાલ આવે કે પન્ના રત્ન શુદ્ધ છે કે નહીં.

પન્ના રત્નના વિવિધ નામ

પન્ના રત્નના અનેક નામો દ્વારા ઓળખવામાં આવે છે. એટલે સંસ્કૃત ભાષામાં મરકત મણિ, ફારસીમા જમરન અને હિન્દીમાં પન્ના અને અંગ્રેજીમાં એમરાલ્ડ. આ ઉપરાંત બુધનું રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે.

રત્નનો રંગ

આ રત્નનો રંગ ઘાટ્ટો લીલો હોય છે. આ રત્નને ધારણ કરનાર વ્યક્તિને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. પન્ના મુખ્યત્વ પાંચ રંગમાં જોવા મળે છે. પોપટના રંગ સમાન પોપટી રંગ, પાણીના રંગ જેવો પારદર્શક, લીલા રંગના ફૂલોના સમાન, મોરના પીંછા જેવા રંગ જોવા મળે છે.

રત્નની વિશેષતા

પન્ના અત્યંત નરમ પત્થર હોય છે, તથા અંત્યત મુલ્યવાન પત્થરોમાંથી એક છે. રંગ, રુપ, ચમક, વજન, પારર્દિશતા મુજબ તેનું મુલ્ય નિર્ધારિત કરવામાં આવે છે.

ક્યાંથી પ્રાપ્ત થાય છે

પન્ના રત્ન સામાન્ય રીતે દક્ષિણી મહાનદી, હિમાલય, ગિરનાર અને સોમનદીની પાસેથી મળી આવે છે.

  • આ રત્ન ધારણ કરનારની અનિશ્ચિતતા નિશ્ચિતતામાં પરિવર્તિત થાય છે, વિદ્યાર્થી વર્ગ જો પન્નાને ધારણ કરે તો તેમને સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
  • જે ઘરમાં પન્ના રત્ન હોય ત્યાં અન્ન-ધનની વૃદ્ધિ, સુયોગ્ય સંતાન વૃદ્ધિ, ભૂત-પ્રેત કે સર્પ ભયથી રાહત મળે છે.
  • પન્ના રત્ન ધારણ કરવાથી નેત્ર રોગમાં રાહત મળે છે.
  • પન્ના રત્ન બળવર્ધક, આરોગ્યદાયક તથા સુખ આપનાર છે તે રત્નને ૫ મિનિટ સુધી પાણી ભરેલા એક પાત્રમાં ફેરવીને તે પાણીને આંખો પર છાંટવામાં આવે તો નેત્ર રોગમાં ફાયદો થાય છે.

[email protected]