માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો 'મકાઈ-પનીર પકોડા' - Sandesh
  • Home
  • Food & Travel
  • માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘મકાઈ-પનીર પકોડા’

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘મકાઈ-પનીર પકોડા’

 | 7:00 am IST

સામગ્રી
દોઢ કપ ક્રશ કરેલા મકાઈના દાણા
એક કપ છીણેલું પનીર
અડધો કપ બારીક
સમારેલા કાંદા
બે ચમચી આદું-મરચાની પેસ્ટ
અડધો કપ ચણાનો લોટ
અડધી ચમચી હળદર
એક ચમચી ધાણાજીરું
અડધી ચમચી આમચૂર પાઉડર
બે ચમચી અનારદાણા પાઉડર
બે ચમચા સમારેલી કોથમીર
મીઠું સ્વાદ પ્રમાણે
જરૂર મુજબ પાણી
તળવા માટે તેલ

રીત
એક નોનસ્ટિક પેનમાં મકાઈના દાણા અને પનીર લઈ બે મિનિટ સુધી ગરમ કરો. સતત હલાવતા રહેવું. ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. ઠંડું થાય એટલે એમાં કાંદા, આદું-મરચાની પેસ્ટ, કોથમીર, હળદર, ધાણાજીરું, આમચૂર પાઉડર, અનારદાણા પાઉડર, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ચણાનો લોટ તેમજ જરૂર પ્રમાણે પાણી ઉમેરી ભજિયાં પડે એવું ખીરું તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલા ખીરામાંથી પકોડા બનાવો અને ક્રિસ્પી તેમ જ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. એને પેપર પર કાઢો. ગરમાગરમ ચા અને ગ્રીન ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન