આ રીતે ઝટપટ બનાવો ટેસ્ટી પનીર પસંદા - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઝટપટ બનાવો ટેસ્ટી પનીર પસંદા

આ રીતે ઝટપટ બનાવો ટેસ્ટી પનીર પસંદા

 | 3:34 pm IST

ઘરે આપણે ઘણી વાનગીઓ બનાવતાં હોઈએ છીએ. વાનગીમાં જો ચોક્કસ સ્વાદ ન હોય તો તની મજા બગડી જાય છે. આજે આપણે જોઈશું પનીર પસંદા ઘરે કેવી રીતે રેસ્ટોરન્ટ જેવા બનાવી શકાય.

સામગ્રી

પનીર- 400 ગ્રામ
ડુંગળી- 5 નંગ
ટામેટાં- 3 નંગ
ઝીણી સમારેલી કોથમીર-1 કપ
તેલ – 1ટેબલ સ્પૂન
આદું – 20 ગ્રામ
લસણ – 5 કળી
મગજતરીનાં બી – 250 ગ્રામ
મીઠું – પ્રમાણસર
મરચું – 1 ટી. સ્પૂન
હળદર – હાફ ટી. સ્પૂન
ગરમ મસાલો – હાફ ટી. સ્પૂન
જાયફળનો ભૂકો – 1 ચપટી
ક્રીમ અથવા મલાઈ
આજીનોમોટો – 1 ચપટી

રીત
પનીરના 1 1/2 સેમી. જાડાઈના ટુકડા કરી, તેલમાં બદામી તળી, ઠંડા પાણીમાં નાખવા. જેથી નરમ થઈ જાય. ડુંગળી અને ટામેટાં વાટી લેવાં. મગજતરીનાં બી ગરમ પાણીમાં ધોઈને મિક્સરમાં પીસવાં. તેલ ગરમ મૂકી ડુંગળી સાંતળી તેમાં મગજતરીનાં બી, કોથમીર નાખવાં. મરચું, હળદર, ગરમ મસાલો, વાટેલાં આદું-લસણનું પાણી અને આજીનોમોટો નાખી બરાબર હલાવવું. તેમાં વાટેલાં ટામેટાં નાખવાં. 1 ગ્લાસ પાણી ઉમેરવું. ઊકળે એટલે ક્રીમ અથવા મલાઈ અને પનીર નાખવું. પીરસતી વખતે જાયફળનો ભૂકો નાખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન