Panther Spot In Gandhinagar Again
  • Home
  • Featured
  • ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા ભયનો માહોલ

ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા ભયનો માહોલ

 | 12:53 pm IST

ગાંધીનગરમાં થોડાક દિવસ પહેલા નવા સચિલયમાં દીપડો ઘસ્યો હતો. લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 12 કલાકની મહેનત બાદ પુનિત વન પાસેથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. તો આજે ફરીવાર દીપડાએ ગાંધીનગરમાં દેખા દેતા ભયનો માહોલ ફેલાયો હતો. ગાંધીનગરનાં GEB પાવર સ્ટેશન પાસે દીપડો દેખાયા હોવાની ચર્ચાને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બોર નંબર-27 પાસે દીપડા જેવું કોઈક પ્રાણી દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આથી ફરી દીપડો દેખાયાની ચર્ચા જીઈબી પાવર સ્ટેશન ખાતે થઈ હતી. ગાંધીનગરનાં જીઈબી પાવર સ્ટેશનમાં દીપડો દેખાયાની વાતને લઇને તંત્રએ તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે જીઇબીનાં બોર નંબર-૨૭માંથી એક દીપડા જેવું પ્રાણી સીસીટીવીમાં દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું અને સ્થાનિક સુરક્ષા જવાનોએ તપાસ કરતા જંગલી બિલાડી હોવાનું સામે આવ્યું છે.

જો કે થોડા સમય માટે જીઇબી તંત્રમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારની રાત્રે જ ગાંધીનગરનાં સચિવાલયમાં દીપડો આવ્યો હતો ત્યારે ફરીથી જીઇબી પાવર સ્ટેશનમાં પણ દિપડા જેવું પ્રાણી દેખાતા ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો હતો.