કાગળનાં સુંદર પેન્સીલ બોક્સ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

કાગળનાં સુંદર પેન્સીલ બોક્સ

 | 4:06 am IST

ઘણી વખત એવું બને છે કે આપણને જે વસ્તુ જે સમયે જોઇતી હોય ત્યારે તે મળી નથી રહેતી કેમ ? કારણ કે તેને આપણે વ્યસ્થિત મૂકી નથી હોતી. આવું જ કંઇક બનતું હોય છે આપણા પેન્સિલ, સ્કેચ પેન, અને બ્રશ સાથે. જ્યારે આપણે હોમવર્ક કરવા બેસીએ છીએ તો એવું બનતું હોય કે પેન્સિલ કે પેન મળતા નથી. જો આપણે ચિત્ર બનાવવા માટે બેસીએ તો કલર કરવા માટેના બ્રશ મળતા નથી હોતા. એટલે ઘણીવાર એવું બને છે કે આપણી પાસે વસ્તુ છે પણ મળતી નથી. તો આજે આપણે આજના ક્રાફ્ટમાં આ વસ્તુઓને સાચવવા માટે સુંદર માજાના બન્ની હોલ્ડર બનાવીશું. જેમાં તમે તમારા કલર કરવા માટેના બ્રશ અને કલર તેમજ પેન્સિલને સાચવીને એક જગ્યાએ મૂકી શકશો. જેથી જ્યારે પણ તમને એની જરૂર પડે તો તમને એ મળી શકે.

આ બોક્સ બનાવવા માટે તમારે પ્લેઇન અથવા કલરફુલ જાડા કાગળની જરૂર પડશે તેમજ તેને ચાંેટાડવા માટે ગ્લુ જોઇશે. તમે ઇચ્છો તો તમને ગમે એવા સાદા કાગળ પર કલર કરીને પણ બોક્સ બનાવી શકો છો. બોક્સ પર બન્નીનો ચહેરા બનાવવા માટે બ્લેક કલરની સ્કેચ પેન જોઇશે. બન્નીના મો અને મુચ્છ તમે સ્કેચ પેનથી દોરી શકો. તેના આંખ અને નાકના ભાગને ઇચ્છો તો દોરી શકો અથવા તે ભાગ પર બીજા કોઇ જાડા કાગળના ભાગને ગોળ આકારમાં કાપીને લગાવી શકો છો.

પહેલા જાડા અને કલરફુલ કાગળને લઇ લો. તેને પેન્સિલની લંબાઇ મુજબ કાપી લો. હવે તેને ગોળ વાળીને તેના છેડાઓને ગ્લુથી ચાંેટાડી લો હવે તેને થોડીવાર સુકાવા માટે મૂકી દો. જ્યાં સુધી તે સુકાય છે ત્યાં સુધી આપણે બન્નીના કાનને તૈયાર કરી લઇશું. કાગળ પર પેન્સિલ વડે તેના કાનનો આકાર દોરો અને તેને કાપી લો. હવે તેના બંને કાનને જે બોક્સ આપણે તૈયાર કર્યું છે તેની અંદરની બાજુએ ગ્લુથી ચાંેટાડી લો.

હવે તેની ઉપર બાજુમાં બતાવેલા ચિત્રની જેમ સ્કેચ પેનથી નાક અને મો બનાવી લો. તેના આંખ અને નાકની જગ્યાએ ગોળ વર્તુળ આકારમાં કાપેલા કાગળો ચાંેટાડી લો. તો હવે. તૈયાર છે તમારું પેન્સિલ બોક્સ જેને તમે તમારા સ્ટડી ટેબલ પર ગોઠવી શકો છો.