paper incomplete got it due to the error of the system the students scratch test in dahod
  • Home
  • Baroda
  • LRDની પરીક્ષામાં મસમોટો છબરડો, વિદ્યાર્થિનીને મળ્યું તદ્દન વિચિત્ર પેપર

LRDની પરીક્ષામાં મસમોટો છબરડો, વિદ્યાર્થિનીને મળ્યું તદ્દન વિચિત્ર પેપર

 | 6:43 pm IST

LRDની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા થયા છે. દાહોદમાં લીમડી કેન્દ્રમાં પરીક્ષાર્થીઓને અધુરૂ પશ્નપત્ર મળ્યું હતુ. જેમાં 1થી 100 પ્રશ્નોમાં વચ્ચેના 24થી 80 નંબરના પ્રશ્નો વિનાનું પેપર મળ્યું હતુ. વિદ્યાર્થીને છબરડાની 30 મિનિટ બાદ જાણ થઇ હતી. છતાં પણ 30 મિનિટ પછી સંચાલકોએ પેપર ન બદલ્યું અને વિદ્યાર્થીઓને અધુરૂ પેપર લખવું પડ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ લેખિતમાં સ્કૂલ સંચાલકને જાણ કરી છે.

લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી, જેમાં મોટો છબરડો સામે આવ્યો છે. દાહોદના લીમડી ગામે પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીનું પેપર અડધુ કોરૂ નીકળ્યું છે.

જેને કારણે વિદ્યાર્થીની અડધુ પેપર જ લખી શકી છે. વિદ્યાર્થીની દાહોદના લીમડી ગામે બીપી અગ્રવાલ સ્કૂલમાં પરીક્ષા આપી રહી હતી. તે સમયે તેના પેપરમાં એકથી 23 પ્રશ્ન તો સળંગ આવ્યા, ત્યાર બાદ સીધો 81 નંબરનો પ્રશ્ન આવ્યો. એટલે કે, વચ્ચેના 58 પ્રશ્નો હતા જ નહી. જેને પગલે પરીક્ષાર્થી મુંઝવણમાં મુકાઈ ગઈ હતી, અને તેની પરીક્ષા બગડી છે.

આ મુદ્દે વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, હું પરીક્ષાનું પેપર લખી રહી હતી, તે સમયે 23મા પ્રશ્ન બાદ પેપરમાં સીધો 81મો પ્રશ્ન હતો, આ મુદ્દે મે ક્લાસના ટીચરને જાણ કરી તેમણે સંચાલકને જાણ કરી, પરંતુ તેમણે કહી દીધુ કે, તમારા પેપરમાં જેટલા પ્રશ્ન છે તેનો જવાબ લખો અમારાથી હવે કશુ નહી થાય, અમે પેપર નહી બદલી આપી શકીએ.

આ મુદ્દે સ્કૂલ સંચાલકોએ જણાવ્યું કે, એક વિદ્યાર્થીનીના પેપરમાં 1થી 23 પ્રશ્ન બાદ સીધો 81મો પ્રશ્ન હતો, વચ્ચેના 58 જેટલા પ્રશ્નો હતા નહી, તેવી અમને જાણ કરવામાં આવી હતી, પરંતુ આ જાણ 30 મીનીટ બાદ વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની જાણ કરી ત્યાં સુધીમાં અન્ય પેપર સીલ કરી પાછા મોકલી દેવામાં આવ્યા હતા.