Paper leak of standard-10 science stream in Gandhinagar
  • Home
  • Featured
  • શિક્ષણ વિભાગની લાલિયાવાડી: પરીક્ષા પહેલાં જ પેપર લીક થતા ખળભળાટ

શિક્ષણ વિભાગની લાલિયાવાડી: પરીક્ષા પહેલાં જ પેપર લીક થતા ખળભળાટ

 | 10:45 am IST
  • Share

  • ધોરણ – 10 વિજ્ઞાન પ્રવાહનું પેપર ફરતું થયું

  • ગાંધીનગરના ટ્યુશન ક્લાસમાંથી વિદ્યાર્થીઓને મોકલાયું

  • બે દિવસ પહેલા પણ પેપર ફરતા થયા હતા

     

ગુજરાતનું શિક્ષણ વિભાગ ઉંઘતું ઝડપાયાની ઘટના સામે આવી છે. આજે ગાંધીનગરમાં ધો-10 વિજ્ઞાન પ્રવાહનું પેપર પરીક્ષા પહેલાં જ ફરતું થતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે 10.30 વાગ્યે પરીક્ષા શરૂ થાય તેના અડધો કલાક પહેલાં જ ગાંધીનગરમાં પેપર ફૂટી ગયું હતું.

ગાંધીનગરના જાણીતા ખાનગી ટ્યુશન-કલાસીસ દ્વારા આ પેપર લીક કરાયાની માહિતી ખુદ વાલીઓએ જ આપી હતી. વાલીઓનું કહેવું છે કે આ પેપર ટ્યુશન કલાસીસ વાળા દ્વારા જ લીક કરાય છે.

આ અંગે ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારી ભરતભાઇ સાથે ‘સંદેશ ન્યૂઝ’એ વાત કરી તો તેમણે કહ્યું કે અમને તમારી સાથે ટેલિફોનિક વાતચીત દરમ્યાન આ અંગે જાણ થઇ છે. પહેલાં તો અમે જાણીશું કે આવું ખરેખર થયું છે? થયું છે તો કોણે કર્યું અને કેવી રીતે થયું તેની તપાસ કરીશું અને જેને પણ કર્યું હશે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ દહેગામના ઝેરોક્ષ સેન્ટર પરથી પેપર મળી આવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો