કાગળમાંથી બનાવો બની રેબિટ પેન-બોક્સ   - Sandesh
  • Home
  • Kids Corner
  • કાગળમાંથી બનાવો બની રેબિટ પેન-બોક્સ  

કાગળમાંથી બનાવો બની રેબિટ પેન-બોક્સ  

 | 12:05 am IST

મિત્રો, ફરી આજે તમારા માટે સરસ મજાની એક્ટિવિટી લઈને આવ્યા છીએ. દર વખતની જેમ આજે પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો વાર શેની, થઈ જાવ તૈયાર. આજે આપણે બનાવીશું કાગળમાંથી સરસ મજાનું બની રેબિટ પેનબોક્સ. આ માટે તમારે જોઈશે. એક નળાકાર મધ્યમ કદનું બોક્સ અથવા જાડું પૂઠું, રંગીન કાગળ, કાતર, નાનાં બાળકોનાં ફ્રોકનાં બટન, કાળો દોરો, રમકડાંની આંખો, ગુંદર. સૌ પ્રથમ નળાકાર બોક્સ લો. બોક્સ ન હોય તો એક જાડું પૂઠું લો. તેને નળાકારમાં વાળીને ગુંદરથી ચોંટાડી રોલ જેવું બનાવો. તેના પર રંગીન કાગળ ચોંટાડો. ત્યારબાદ જાડા પૂઠાંમાંથી એક નાનું મીકિ માઉસના મોઢા અને કાન જેવું ગોળ બનાવો. તેના પર તમારો મનગમતો રંગ કરો અને તેને તે નળાકાર બીબાના નીચેના ભાગમાં ચોંટાડો. હવે કાળો દોરો લો તેને ત્રણ ભાગમાં મધ્યમ કદમાં કાપો અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નળાકાર બીબાના મધ્ય ભાગમાં ચોંટાડો. ત્યારબાદ તે દોરાની ઉપર એક બટન ચોંટાડી તેનું નાક બનાવો. હવે રમકડાંની બે આંખો લો. તેને નાકના થોડા ઉપરના ભાગે ચોંટાડો અને તેની આંખ બનાવો. ત્યારબાદ એક બીજો રંગીન કાગળ લો. તેને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે લંબગોળ આકારમાં કાપી નળાકારના અંદરના ભાગની કિનાર પર ચોંટાડી તેના કાન બનાવો. તૈયાર છે તમારું સરસ મજાનું બની રેબિટવાળું પેનબોક્સ જેમાં તમે રબ્બર, શાર્પનર, ફૂટપટ્ટી, પેન અને પેન્સિલ જેવી વસ્તુઓ મૂકી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન