આ રીતે દિવાળી પર બનાવો પેપર પૌંઆનો ચેવડો, મહેમાનો આંગળા ચાટતા રહી જશે - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • DIWALI
  • આ રીતે દિવાળી પર બનાવો પેપર પૌંઆનો ચેવડો, મહેમાનો આંગળા ચાટતા રહી જશે

આ રીતે દિવાળી પર બનાવો પેપર પૌંઆનો ચેવડો, મહેમાનો આંગળા ચાટતા રહી જશે

 | 3:34 pm IST

દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમારા ઘરના નાસ્તો કંઈ અલગ હશે, તો જ મહેમાનોને ગમશે. ત્યારે દર વર્ષે એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો, તો ટ્રાય કરો પેપર પૌંઆનો ચેવડો. જોઈ લો બનાવવાની રેસિપી.

બનાવવાની સામગ્રી :

1 કિલો પેપર પૌઆ
250 ગ્રામ તેલ
100 ગ્રામ દાળિયા ની દાળ
200 ગ્રામ સીંગદાણા
2 થિ 3 લીલા મરચાં
લીમડો, હિંગ
2 ટી સ્પૂન લાલ મરચાં પાવડર
1 ટી સ્પૂન હળદર
ચપટી બૂરું ખાંડ
મીઠુ સ્વાદ અનુસાર

ચેવડો બનાવવાની રીત

  • સૌ પ્રથમ પેપર પૌઆ કરકરા થાઈ એવા શેકી લો( પૌઆ ભાંગી નાં જાઇ તેનુ ધ્યાન રાખવું).
  • હવે એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાઈ એટલે તેમાં હિંગ, લીમડો, ઝીણા સુધરેલા લીલાં મરચા નાખો. ત્યાર બાદ તેમાં સીંગદાણા નાખો. સીંગદાણા થોડા લાલ રંગ પર આવે એટલે તેમાં દાળિયાની દાળ નાખો.
  • હવે શેકેલા પૌઆમાં લાલ મરચા પાવડર, હળદર, મીઠુ, બૂરું ખાંડ અને તેલ માં તળેલું બધુ પૌઆ માં મિક્સ કરી દો. (તેલ પણ એમાં જ ઉમેરી દેવાનું છે)
  • હવે બધુ એક્દમ બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પેપર પૌઆ નો ચેવડો.