- Home
- Supplements
- Shraddha
- પરમાત્માનો સાક્ષાત્કાર ઔથાય તે સત્સંગ

પરમાત્માનો સાક્ષાત્કાર ઔથાય તે સત્સંગ

શબ્દજ્ઞાન
ઘણા વિદ્વાનો સમજે છે કે ચાર ચોપાઈ રામાયણની અને ગીતાના કેટલાક શ્લોકોનો અર્થ મોટા-મોટા શબ્દોમાં અને સારી ટીકા કરીને કરી લીધી તો મોટા ભારે વિદ્વાનો થઈ ગયા અને પરમાત્માના તે જ્ઞાનને જાણી લીધું, પરંતુ વાત એવી નથી. જે સત્સંગથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવા સત્સંગથી જ લાભ અને ફળ મળે છે અને એ સ્થાનને જ સત્સંગ કહે છે, જ્યાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવાનો સરળ ઉપાય બતાવવામાં આવે. આજે દુનિયા કેવી થઈ ગઈ છે? શાળાઓમાં ભણાવવામાં આવે છે કે ‘જૂઠું બોલશો નહીં’ – પરંતુ આજકાલ તો જૂઠને Policy અથવા નીતિ કહે છે. પરંતુ જૂઠનું પરિણામ શું આવે છે? એ વિશે ગોવાળિયાની વાર્તા પ્રસિદ્ધ છે જે આ મુજબ છે- કોઈ એક ગામમાં એક ગોવાળિયો રહેતો હતો. તે જંગલમાં જઈને બૂમો પાડતો હતો કે વાઘ મને ખાઈ રહ્યો છે. જો કે ત્યાં કોઈ વાઘ હતો નહીં. થોડા સમય સુધી ગામના સજ્જનો તેને બચાવવા જતા હતા, પરંતુ ત્યાં કોઈને ના જોઈને પાછા આવતા હતા અને તેથી તેમણે તેના ઉપર વિશ્વાસ કરવાનું માંડી વાળ્યું. એક દિવસ વાસ્તવમાં વાઘ આવ્યો અને તેણે ખૂબ બૂમો પાડી, પરંતુ તેને મદદ કરવા કોઈ ના આવ્યું અને વાઘે તેને ફાડી ખાદ્યો. જેમ દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે છે એમ આજે સંસારના લોકો ઢોંગ અને પાખંડથી કંટાળી ગયા છે તેથી જો કોઈ મહાપુરુષ સાચી વાત કહે છે તો તેને પણ ઢોંગ અને પાખંડ જ સમજે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે તેને જાણી લીધો તો જન્મ-મરણના બંધનથી છૂટી જશો જેના માટે ચ્યવન ઋષિએ પોતાના સુંદર શરીરને માટી બનાવ્યું હતું. તેઓ સમાધિમાં એવા લીન થઈ ગયા કે તેમને પોતાના શરીરનું પણ ભાન ના રહ્યું, શરીરની ચારેબાજુએ માટી અને કચરો એકઠા થઈ ગયા. જેના કારણે ત્યાં ઘાસ ઊગી નીકળ્યું અને ઊધઈ પણ લાગી ગઈ. પ્રભુને ના જાણવાથી શું નુકસાન થશે?’ આ મનુષ્ય જન્મ વૃથા જતો રહેશે. પાદડું એકવાર ઝાડ પરથી પડી જાય છે તે ફરીથી ઝાડ પરથી પડી જાય છે તે ફરીથી ઝાડ પર લાગતું નથી. એવી જ રીતે મનુષ્ય શરીર છૂટયા પછી ફરીથી બીજીવાર મળવું મુશ્કેલ છે કેમ કે મનુષ્ય જન્મ પછી આપણે કર્મ અનુસાર ચોરાસી લાખ યોનિઓમાં જવું પડશે અને ત્યાં આપણા કર્મોનો ભોગ ભોગવવો પડશે પછી ખબર નહીં કે પરમાત્મા ક્યારે દયા કરે?
- શ્રી સતપાલજી મહારાજ