NIFTY 9,509.75 +149.20  |  SENSEX 30,750.03 +448.39  |  USD 64.6050 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હોટલમાં પરોઠા-કબાબ બનાવનારને પાક. ટીમમાં મળી જગ્યા, ફોટો થયો વાયરલ

હોટલમાં પરોઠા-કબાબ બનાવનારને પાક. ટીમમાં મળી જગ્યા, ફોટો થયો વાયરલ

 | 11:55 pm IST

કરાચીની એક હોટેલમાં પરોઠા બનાવવાનું કામ કરનાર હનાન ખાન નામના યુવાનને પાકિસ્તાનની નેશન ક્રિકેટ એકેડમી (એનસીએ)ની ટીમ તરફથી મલેશિયા સામેની ટી-20 મેચની સિરીઝમાં રમવાની તક મળતાં તેનું નસીબ રાતોરાત ચમકી ગયું છે. મલેશિયા સામેની બે ટી-20 મેચની સિરીઝ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 14મી જાન્યુઆરીથી યોજાશે. હનાન આ સિરીઝ માટે પાક. એનસીએ ટીમમાં સામેલ કરાયા બાદ રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયો છે.

હનાન મૂળ બલૂચિસ્તાનના ચમન વિસ્તારનો છે. ઓપનિંગ બેટ્સમેન હનાન ખાનનું ટીમમાં સિલેક્શન થતાં ઘણો ખુશ છે. હનાને કહ્યું કે, તે એક સ્થાનિક મેચમાં રમી રહ્યો હતો ત્યારે ફોન આવ્યો હતો. મેં તે પછી ફોન કરી જાણકારી માગી તો મારી પસંદગી અંગે જણાવ્યું હતું. હનાન ગ્રેડ-2 મેચોમાં ક્વેટાનું પ્રતિનિધિત્વ કરે છે. ટેલેન્ટ હન્ટ દરમિયાન ક્વેટા ગ્લેડિએટર્સે પણ તેની પસંદગી કરી હતી. હનાને કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભારી છું કે, બલૂચિસ્તાનના ક્રિકેટરોને પ્રમોટ કરી રહ્યા છે. અમારા વિસ્તામાં ખાસ ક્રિકેટ રમાતી નથી તેમ છતાં સિલેક્ટર્સ દ્વારા અમારો ઉત્સાહ વધારાય છે.

pak-3

પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં આવેલી ન્યૂઝ પ્રમાણે હનાન પોતાની તોફાની બેટિંગ માટે જાણિતો છે. હનાન કરાચીમાં કેટલીક ઘરેલૂ મેચ રમીને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની નજરમાં આવ્યો છે .પોતાના ટેલેન્ટ દ્વારા પાક. ટીમમાં સામેલ થનાર પરોઠા બનાવનાર પાક. એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. હનાન હોટલ આવ્યા પહેલા સવારે ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે.

પાક ચેનલના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, હનાન અત્યત ગરીબ હોવાના કારણે તેને અહી કામ કરવું પડી રહ્યું છે. હાલમાં જ તેને ધરેલૂ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હનાન મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી ટી-20 મેચ રમશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ઈંઝમામ ઉલ હક્કના કહેવા પર હનાનને પાકિસ્તાની ટીમમાં જગ્યા મળી છે.

1