હૉસ્પિટલમાંથી બાળક ગુમ, પરિવારને મળ્યો આંચકાજનક જવાબ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હૉસ્પિટલમાંથી બાળક ગુમ, પરિવારને મળ્યો આંચકાજનક જવાબ

હૉસ્પિટલમાંથી બાળક ગુમ, પરિવારને મળ્યો આંચકાજનક જવાબ

 | 6:06 pm IST

હૉસ્પિટલમાં સામાન્ય લોકો સ્વસ્થ થવાની આશા રાખીને જતા હોય છે. તેમજ લોકોનાં જીવ માટે તારણહાર સમાન હૉસ્પિટલ અને ડૉક્ટર તેમને પુરતી મદદ કરે તેવી આશા રાખતા હોય છે. જો કે ઘણીવાર હૉસ્પિટલ અને ડૉક્ટર પોતાની આ જવાબદારી પર શંકા ઉપજાવે તેવા પગલા ભરી લેતા હોય છે.

રાધનપુરની આસ્થા હૉસ્પિટલમાંથી એક નવજાત બાળક ગાયબ થયું હોવાના સમાચારથી હૉસ્પિટલ અને હૉસ્પિટલનાં કર્મીઓ શંકાનાં ઘેરામાં છે. આસ્થા હૉસ્પિટલમાં મહિલાને ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલનાં કર્મીઓએ બાળક ના આપતા મામલો વધારે ઉગ્ર બન્યો હતો. હૉસ્પિટલમાં કર્મીઓએ બાળક ના આપતા પરિવારે હોબાળો મચાવ્યો હતો.

હૉસ્પિટલે બાળક મૃત હોવાનું જણાવ્યું હતું. હૉસ્પિટલ સ્ટાફે કહ્યું કે બાળક મૃત હોવાથી તેની અંતિમ વિધિ કરી દેવામાં આવી છે. જો કે પરિવારને આ વિશે જાણ ના કરાતા રોષ જોવા મળ્યો હતો. આ મામલે પરિવારે હૉસ્પિટલનાં સ્ટાફ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.