જોકરના કપડા પહેરી વાલીઓએ ફીની વેદના છલકાવી - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જોકરના કપડા પહેરી વાલીઓએ ફીની વેદના છલકાવી

જોકરના કપડા પહેરી વાલીઓએ ફીની વેદના છલકાવી

 | 2:58 pm IST

વડોદરા શહેરના ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ફી નિયમન કાયદાનું યોગ્ય પાલન ન કરતી શાળાઓના વિરુદ્ધમાં બાળકોને જોકરના કપડાં પહેરાવી અને રેલી યોજી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા ફી નિયમન કાયદાનું પાલન કરાવવા શાળા સંચાલકો સૂચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ મંજૂરીની મોહર લગાવવામાં આવી હતી. તેમ છતાંય શાળા સંચાલકો દ્વારા ફી નિયમન કાયદાનો છડે ચોક ભંગ કરવામાં આવે છે. શાળા સંચાલકો જાહેરમાં વાલીઓને વધુ પડતી ફીના પરિપત્ર પાઠવી રહ્યા છે. જ્યારે એડમિશન વખતે પણ ડોનેશનના નામે મોટી રકમ વાલીઓ પાસે માંગવામાં આવે છે. જેના વિરોધમાં આજે વાલીઓ તેમજ ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા એક અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલીઓએ પોતાના બાળકોને જોકરના કપડા પહેરાવીને રેલી યોજી હતી. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આવેદન આપીને શાળાઓ પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.