Paresh Rawal teasing Pakistani PM, Said - Imran is a school...
  • Home
  • India
  • પરેશ રાવલે પાકિસ્તાનના PMને માર્યો જોરદાર ટોણો, કહ્યું – ઈમરાન તો સ્કુલનો…

પરેશ રાવલે પાકિસ્તાનના PMને માર્યો જોરદાર ટોણો, કહ્યું – ઈમરાન તો સ્કુલનો…

 | 12:40 pm IST

પરેશ રાવલ પોતાના અભિનયને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરેશ રાવલ પોતાની કોમેડીથી ક્યારેક લોકોને હસાવતા પણ નજરે આવતા હોય છે. પરંતુ તે સામાજિક મુદ્દાઓ અને રાષ્ટ્રના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતો રહેતો હોય છે. તાજેતરમાં પરેશ રાવલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને એવું ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયામાં ખુબ ઝડપીથી વાયરલ થઈ રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આર્ટિકલ 370ને લઈને તણાવનો માહોલ ચાલી રહ્યો છે. કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના કારણે પાકિસ્તાન પર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન નાખુશ છે. આ વાતને લઈને પરેશ રાવલે ટ્વીટ કરી છે.

પરેશ રાવલે ટ્વીટ કરતા લખ્યું કે, હું મારી જાતને આ પોસ્ટ કરતા નથી રોકી શકતો. ઈમરાન ખાન સ્કુલનો એવો દુખી છોકરો છે, જેણે આખા વર્ષમાં ‘મોદી મોદી’ જ ભણ્યું છે. પરંતુ પરિક્ષામાં અમિત શાહ આવી ગયા. પરેશ રાવલ દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ સોશિયલ મીડિયા પર થોડી જ મિનિટોમા વાયરલ થઈ ગઈ. લોકો ટ્વીટ પર પ્રતિક્રિયા આપવાની સાથે સાથે તેને રિટ્વીટ પણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન