પરેશ રાવલે માર્યો ટોણો, જવાહરલાલ નહેરૂ હતા 'મહાન ફૂટબોલર'? - Sandesh
NIFTY 10,548.85 -16.45  |  SENSEX 34,380.36 +-46.93  |  USD 66.0300 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પરેશ રાવલે માર્યો ટોણો, જવાહરલાલ નહેરૂ હતા ‘મહાન ફૂટબોલર’?

પરેશ રાવલે માર્યો ટોણો, જવાહરલાલ નહેરૂ હતા ‘મહાન ફૂટબોલર’?

 | 5:57 pm IST

દેશમાં ફીફા અંડર 17 વર્લ્ડ કપ રમાઇ રહ્યો છે. આ મેચ દેશના અલગ-અલગ શહેરોના 6 સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ 6માંથી 3 સ્ટેડિયમમાં ભાજપા સાંસદ અને અભિનેતા પરેશ રાવલ એ એક એવી કોમન વસ્તુ શોધી કાઢી, જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ. આ 6માંથી 3 સ્ટેડિયમનું નામ દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના નામ પર છે, તેના પર પરેશ રાવલે ટોણો માર્યો.

પરેશ એ ટ્વિટર પર લખ્યું, ‘અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ ભારતના 6 અલગ-અલગ સ્ટેડિયમમાં રમવા જઇ રહ્યાં છે. આ 6 સ્ટેડિયમમાંથી 3નું નામકરણ ભારતના મહાન ફૂટબોલર જવાહરલાલ નહેરૂના નામે કરાયું છે.’

ઉલ્લેખનીય છે કે નહેરૂ-ગાંધી પરિવારના નામ પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય બિલ્ડિંગ હોવાનું ભાજપા પહેલાં પણ મુદ્દો બનાવી ચૂકી છે. પરેશ રાવલની આ ટ્વીટ 3800થી વધુ લોકોએ રીટ્વીટ કરી અને 7600થી વધુ લોકોએ લાઇક કરી છે.