ફિલ્મ 'પરી'માં અનુષ્કા ડરાવવામાં સફળ, આવી છે ફિલ્મની કહાની - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ‘પરી’માં અનુષ્કા ડરાવવામાં સફળ, આવી છે ફિલ્મની કહાની

ફિલ્મ ‘પરી’માં અનુષ્કા ડરાવવામાં સફળ, આવી છે ફિલ્મની કહાની

 | 3:14 pm IST

અભિનેત્રી તરીકે અનુષ્કા શર્માએ બોલિવુડના મોટા સિતારાઓ સાથે કામ કર્યું છે. તેણે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કર્યું છે. પ્રોડ્યુસર તરીકે અનુષ્કા શર્માએ ‘NH-10 જેવી ફિલ્મ દર્શકો સુધી પહોંચાડી છે. જો કે અનુષ્કા શર્માના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ફિલ્લોરી’ને દર્શકોએ પસંદ કરી નહોતી. તો હવે અનુષ્કા શર્મા એક અલગ જ અંદાજમાં દર્શકોને ડરાવવા માટે તૈયાર છે. અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’નાં ટીઝર અને પોસ્ટર્સે પહેલેથી જ સનસનાટી મચાવી હતી. આ ફિલ્મથી પ્રોસિત રૉયે ડાયરેક્શન ક્ષેત્રમાં પ્રારંભ કર્યો છે.

‘પરી’ ફિલ્મની વાર્તા અર્નબ (પરંબ્રતા ચેટર્જી) અને પિયાલી (રિતાભરી ચક્રવર્તી)નાં મિલનથી શરૂ થાય છે. બંને લગ્ન માટે એક-બીજા સાથે પ્રથમ મુલાકાત કરે છે. આ મુલાકાત બાદ અર્નબ જ્યારે પોતાના માતા-પિતા સાથે ઘર તરફ આવતો હોય છે એ સમયે સડક દુર્ઘટનામાં એક અજીબ કિસ્સો બને છે. આ કારણે તેમની મુલાકાત રુખ્સાના ખાતુન (અનુષ્કા શર્મા) સાથે થાય છે જેને કારણે રુખ્સાનાને અર્નબની સાથે તેના ઘરે આવવું પડે છે. કહાનીમાં અલગ વળાંક ત્યારે આવે છે જ્યારે હાસિમ અલી (રજત કપૂર)ની એન્ટ્રી થાય છે, ત્યારબાદ ઘણા બધા રહસ્યો પરથી પડદો ઊંચકાય છે.

પહેલી ફિલ્મ પ્રમાણે પ્રોસિત રૉયનું કામ ઉત્તમ છે. લખાણ, પાત્રોનાં હાવભાવ અને સંવાદ પણ ઉમદા છે. તો ડાયરેક્શન, લોકેશન અને સિનેમેટોગ્રાફી પણ જોરદાર છે. અનુષ્કાની અદભુત એક્ટિંગ તમને બાંધીને રાખશે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે.